Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ગીર-સોમનાથ જીલ્લામાં ૩.૯૦ લાખ કિવન્ટલ ટેકાનાં ભાગે મગફળી ખરીદી

ખેડૂતોને રૂ.૧૧૦ કરોડની ચુકવણી : જીલ્લાનાં ૧૬ ખરીદ કેન્દ્ર

ગીર-સોમનાથ તા.૧ : ગીર-સોમનાથ જિલ્લા કલેકટર (ઇનચાર્જ) અશોક શર્માનાં અધ્યક્ષસ્થાને મગફળીનાં પાકની ટેકાના ભાવે ખરીદી કરવા સંદર્ભે વેરાવળ ખાતે બેઠક યોજાઇ હતી.

ગીર-સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૬ ખરીદ કેન્દ્રોમાં ૩.૯૦ લાખ કિવન્ટલ ટેકાનાં ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે અને ખેડૂતોને રૂ.૧૧૦ કરોડનું ચુકવણુ કરાયું છે. તેમજ જે કેન્દ્રોમાં ગોડાઉનનાં અભાવે ખરીદીમાં મુશ્કેલી પડી રહી છે ત્યાં સ્થાનિક મંડળીઓ તેમજ ખાનગી ગોડાઉન ભાડે રાખવા આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં ૫૩ જેટલા ગોડાઉનો તેમજ ૧.૬૬ લાખ કિવન્ટલ મગફળીનાં સંગ્રહ માટેનાં ગોડાઉનો નક્કી કરાયા છે. ગુજકોમોસોલ દ્વારા આ ગોડાઉનો તાત્કાલીક ભાડે રાખી મગફળી ઉત્પાદક ખેડૂતોની મગફળી સરકારશ્રીએ નક્કી કરેલ ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એસ.બી.વાદ્યમશી, જિલ્લા રજીસ્ટ્રાર પી.આર.વઘેરા તેમજ ગુજકોમોસલ અને વેરહાઉસીંગનાં પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૩.૩)

(12:04 pm IST)