Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

મોરબીમાં મહિલા ઉપર છરી વડે હુમલો કરવા અંગે આરોપીને છ વર્ષની સજા

મોરબી તા. ૧ : મોરબીના લાયન્સનગર વિસ્તારની મહિલા સાથે મારમારી કરી ધમકીઓ આપનાર તથા છરી વડે હુમલો કરી મહિલાને ઈજાગ્રસ્ત કરનાર આરોપી સામેનો કેસ મોરબીની એડી. ચીફ જયુડીશીયલ મેજી. ની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને છ વર્ષની કેદની સજા સાથે ૧૨ હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે.

મોરબીના લાયન્સનગર વિસ્તારના રહેવાસી ફરિયાદી લાભુબેન પ્રવીણભાઈએ વર્ષ ૨૦૦૯ માં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી લાલજીભાઈ ઉર્ફે સુરેશ ખાનાભાઇ પરમાર વાળાએ મહિલાને પેટમાં તથા શરીરના અન્ય ભાગે છરીના ઘા ઝીંકી મારામારી કરીને ધમકી આપી હતી જે મામલે મોરબી એડ. ચીફ જયુડીશીયલ મેજી. કોર્ટમાં આ અંગેનો કેસ ચાલી જતા જજ જીજ્ઞેશ દામોદ્રાંએ સરકારી વકીલ આર.એ. ગોરીની દલીલોને ધ્યાને લઈને તેમજ પુરાવાને આધારે આરોપી લાલજીભાઈ પરમારને દોષિત ઠેરવ્યો હતોં ને આરોપીને કલમ ૩૨૩, ૩૨૬, ૧૩૫ અને ૫૦૬ (૨) હેઠળ કુલ છ વર્ષની કેદની સજા અને ૧૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને જો દંડની રકમ ના ભરે તો વધુ એક માસની કેદની સજા સંભળાવતો ચુકાદો આપવામાં આવ્યો છે.(૨૧.૧૧)

(12:03 pm IST)