Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

કાલે જૂનાગઢ જિલ્લાના ૧૦૦૦ ખાનગી તબીબો હડતાલ પાળશે

૧ર કલાક ઓપીડી સહિતની કામગીરી બંધ રહેશે

જૂનાગઢ તા. ૧ :.. આવતીકાલે જૂનાગઢ જિલ્લાનાં ૧૦૦૦ ખાનગી તબીબો હડતાલ પાળશે.

મેડીકલ કાઉન્સીલ જૂનાગઢ જિલ્લાનાં પ્રમુખ છે. એમ. એન. લાખાણીનાં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા મેડીકલ કાઉન્સીલની સંસ્થા રચવાનાં પ્રયાસનાં વિરોધમાં મંગળવારે જૂનાગઢ, વિસાવદર, કેશોદ, માણાવદર, વંથલી સહિત શહેરી મથકના ૧૦૦૦ ખાનગી ડોકટરો એક દિવસની હડતાલ પાળીને આક્રોશ વ્યકત કરશે.

કેન્દ્રની નીતિનાં વિરોધમાં આવતીકાલે સવારે ૬ થી સાંજનાં ૬ સુધી ઓપીડી તેમજ ઓપરેશન સહિતની તબીબી કામગીરી બંધ રહેશે. માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે. (પ-૯)

(12:02 pm IST)