Gujarati News

Gujarati News

મેષ

(અ.લ.ઈ.)

તમારા કાર્ય પુરા ન થતાં કાર્યનો ભાર વધતો જતાં મનમાં નેગેટીવ વિચારોને કારણે પરેશાની ભોગવો.

વૃષભ

(બ.વ.ઉ.)

તમારા કાર્યક્ષેત્રે હરીફો કે પ્રતિસ્પર્ધીને મ્હાત આપી આગળ રહેશો અને નાણાંકીય લાભ મેળવો.

મિથુન

(ક.છ.ઘ.)

તમારા રોજિંદા રૂટિન કાર્યમાં વિક્ષેપ સર્જાય તેથી સમય અનુસાર કાર્ય પૂર્ણ ન થતાં ખોટા ખર્ચા કરવા પડે.

કર્ક

(ડ.હ.)

તમારા કાર્યક્ષેત્ર આવક વધારવાના પ્રયાસોમાં સફળતા મળે, તમારી મહેનત રંગ લાવે. નાણાંકીય વૃદ્ધિ થાય

સિંહ

(મ.ટ.)

તમારા કાર્યક્ષેત્રે પ્રતિસ્પર્ધી અવરોધને રૂકાવટ ઊભી કરતા ધનહાનિ સંભવે ને ખોટી રઝળપાટ થાય.

કન્યા

(પ.ઠ.ણ.)

તમારા સકારાત્મક કાર્યોને કારણે સમાજમાં યશ પ્રાપ્ત થાય. સામાજિક સ્તર ભર્યું થાય. બઢતી મળે.

તુલા

(ર.ત.)

અઠવાડિયાની શરૂઆત શાનદાર થાય. કાર્યક્ષેત્રનું વિસ્તરણ થાય. પ્રગતિકારક બની રહે તેમ જ સરળતા રહે.

વૃશ્ચિક

(ન.ય.)

તમારી અર્થવ્યવસ્થામાં ગાબડું પડે ને પોતાના સ્વજનો છોડીને જતા રહે. દિવસ તાણયુક્ત પસાર થાય.

ધન

(ભ.ધ.ફ.ઢ.)

તમારે કાર્યક્ષેત્રે ગમે તેટલી મહેનત કરો પણ અસફળતા મળતા માનસિક કંટાળો ને શારીરિક થાક અનુભવો.

મકર

(ખ.જ.)

તમારા કાર્યક્ષેત્રે આગામી પ્લાનિંગ બનાવો ને તેમાં વ્યસ્ત રહો સાથે વ્યવહારિક લેવડ-દેવડ પુરી કરો ને તાલમેલ જાળવો.

કુંભ

(ગ.શ.સ.)

તમારા સર્કલમાં ખોટી દલીલ ને સલાહ સૂચનોને કારણે તમારો અનાદર થાય. પોતાની જાતને એકલા અનુભવો.

મીન

(દ.ચ.ઝ.)

તમારી વિચારધારાને અનુકુળ વાતાવરણ સર્જાય ને વ્યક્તિ મળતા કાર્યક્ષેત્રે વિચાર્યા કરતા વધારે લાભ મેળવો.