Gujarati News

Gujarati News

મેષ

(અ.લ.ઈ.)

આપના પ્રયત્નો એળે ન જાય તે જોજો. ધીરજનાં ફળ મીંઠા મળતાં લાગે.સંતાનસુખ મળે.

વૃષભ

(બ.વ.ઉ.)

વાવ-વિવાદ ટાળજો. આપની મૂંઝવણ વધતી લાગે. સફળતા આખરે જરૂર મળતી જણાય.

મિથુન

(ક.છ.ઘ.)

નાણાકીય પ્રશ્નોની ચિંતા રહે. ધાર્યું ન થતાં ચિંતા નિરાશા જણાય. કૌટુંબિક કામ સફળ થાય.

કર્ક

(ડ.હ.)

કૌટુંબિક કામકાજમાં સફળતા મળે. અગત્યના કામમાં આગળ વધી શકશો.

સિંહ

(મ.ટ.)

અંગત પ્રશ્નોની ચિતા રહે. ખર્ચ-ખરીદી જણાય. મહત્ત્વના કામ સફળ થતાં લાગે.

કન્યા

(પ.ઠ.ણ.)

વ્યાવસાયિક તેમજ અન્ય મહત્ત્વના પ્રશ્નો ઉકેલવાની તક મળે. મિલન-મુલાકાતીથી આનંદ રહે.

તુલા

(ર.ત.)

લાભથી આશા ઠગારી નીવડે. કૌટુંબિક કામ સફળ થાય. પ્રવાસ અંગે ખર્ચ-વ્યય રહે.

વૃશ્ચિક

(ન.ય.)

મનની મુરાદ મનમાં રહે. વાદ-વિવાદ ટાળજો, કૌટુંબિક પ્રશ્નોની મૂંઝવણ રહે.

ધન

(ભ.ધ.ફ.ઢ.)

પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકશો. નિરાશા દુર થાય. અગત્યનું કાન બનતું જણાય.

મકર

(ખ.જ.)

લાભની તક મળે તે ઝડપી લેજો. આરોગ્ય અંગે તકેદારી લેજો. ગૃહવિવાદનો ઉકેલ મળે.

કુંભ

(ગ.શ.સ.)

આર્થિક પ્રશ્નોથીં ચિતા રહે. સંપત્તિના કામ અંગે પ્રતિકુળ રહે. મિલન-મુલાકાતથી લાભ મળે.

મીન

(દ.ચ.ઝ.)

ધાર્યું કાર્ય અંગે અડચણ રહે. મહત્ત્વની મુલાકાતથી આનંદ. સ્નેહી-સ્વજનનો સહકાર રહે.

  • આજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST

  • ભારતના ‘આઈસ મેન' તરીકે ઓળખતા ચેવાંગ નોર્ફેલ દ્વારા 1987માં ભારતનો પ્રથમ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર' (કૃત્રિમ હિમપર્વત) બનાવાયો હતો. તેમણે અત્યાર સુધીમાં 17થી વધુ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવ્યા છે. તેમની આ ઉપલબ્ધિ માટે તેમને 2015માં દેશના ચોથા સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ દ્વારા તેમણે લદાખની પાણીની સમસ્યા ઉકેલી હતી access_time 10:03 am IST

  • દુનિયાની સહુથી પાવરફુલ ફેરારી કાર ભારતમાં લોન્ચ થઈ : ફેરારી 812 સુપરફાસ્ટ કાર ભારતમાં રૂ. 5.2 કરોડ (એક્સ-શોરૂમ)માં લોન્ચ કરવામાં આવી છે. આ અત્યાર સુધીમાં બનાવાયેલ સૌથી શક્તિશાળી ફેરારી કાર છે. આ નવી કાર ભારતમાં એફ 12 બર્લિનેટાની જગ્યા લેશે. ફેરારી 812 સુપરફાસ્ટમાં 6.5 લિટર વી12 એન્જિન છે, જે 789 બીએચપીનો મેક્સિમમે પાવર આઉટપુટ આપશે. access_time 2:34 pm IST