Gujarati News

Gujarati News

કીટીપરાના રવિએ ગોંડલ પાસે પત્‍નિ સોનલની ક્રુર હત્‍યા કરી રાજકોટમાં ટ્રેન હેઠળ કૂદી જીવ દીધો: રાજકોટના જંકશન પ્‍લોટ કીટીપરા અને ચુનારાવાડના પરિવારોમાં કાળો કલ્‍પાંતઃ ચાર મહિના પહેલા જેના લગ્ન થયા હતાં એ નવદંપતિના મોતથી રહસ્‍ય સર્જાયું: સ્‍વજનોએ કહ્યું પતિ-પત્‍નિ વચ્‍ચે કોઇ ઝઘડો નહોતોઃ સોમવારે દવા લેવા જવાનું કહીને નીકળ્‍યા બાદ ગૂમ હતાં : જામવાડી પાસે ગઇકાલે હત્‍યા કરાયેલી મળેલી યુવતિની લાશ કીટીપરાની દેવીપૂજક નવોઢાની હોવાનું ખુલવાની સાથે ચોંકાવનારી વિગતો પણ ખુલીઃ હત્‍યા બાદ પતિ રવિ વઢવાણીયાએ રાજકોટ પીડીએમ ફાટક પાસે આપઘાત કર્યો હતોઃ રવિ બકાલુ વેંચી ગુજરાન ચલાવતો હતોઃ સોનલના માવતર ચુનારાવાડમાં રહે છેઃ ગોંડલ તાલુકા પોલીસ, એલસીબીએ ભેદ ઉકેલવા તપાસ યથાવત રાખી access_time 3:11 pm IST

કથામાં વ્‍યાસપીઠનું સ્‍ટેજ ડેકોરેશનઃશ્રી રામ મંદિરનું થ્રી ડી મોડેલ બનાવાશે જાન્‍યુઆરીમાં રેસકોર્ષના આંગણે પૂ.રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ની કથાના આયોજન માટે તડામાર તૈયારીઓ : આશરે સવા લાખ સ્‍કવેર ફૂટના વિશાળ જર્મન ડોમમાં ૨૫ હજાર વોલ્‍ટની સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સઃ ૩૦ હજાર સ્‍કેવર ફૂટના પ્રસાદ ખંડમાં ભાવિકો મહાપ્રસાદનો અમુલ્‍ય લ્‍હાવો મેળવશેઃ ૬૦×૪૦નું રમણીય સ્‍ટેજ બનશે : બેઠક વ્‍યવસ્‍થામાં ધાર્મિક ખંડોને દર્શન ખંડ, અયોધ્‍યા ખંડ, પંચનાથ ખંડ, વૃંદાવન ખંડ, સોમનાથ ખંડ, દ્વારકા ખંડ જેવા નામો અપાયા * કથા મંડપમાં પ્રવેશવા માટે અલગ અલગ ૯ પ્રવેશ દ્વાર * વિવિધ કમિટીઓની રચના * દિવ્‍યાંગો માટે અલગ વ્‍યવસ્‍થા access_time 4:20 pm IST

એવરેસ્‍ટ બિલ્‍ડીંગના ૯મા માળે ઘોડીપાસાના જૂગારનો પાટલો મંડાયો'તોઃ ૨.૮૫ લાખ રોકડ સાથે ૨૫ પકડાયા: શાષાી મેદાન સામેના બિલ્‍ડીંગમાં રાતે અઢી વાગ્‍યા આસપાસ એ-ડિવીઝન પોલીસ ત્રાટકીઃ પરસાણાનગરના મોહસીન પઠાણે ઓફિસ નં. ૯૦૬માં જૂગારીઓને ભેગા કર્યા હતાં: ઓચીંતી પોલીસ ત્રાટકતાં સોંપો પડી ગયો :પોલીસે રોકડા રૂા. ૨,૮૬,૨૦૦, એક ફોન, બે ઘોડીપાસા કબ્‍જે કર્યાઃ ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી વી. એમ. રબારીની રાહબરીમાં પીઆઇ ડી. એમ. હરિપરા, ભરતસિંહ ગોહિલ, એમ. વી. લુવાની ટીમ ત્રાટકીઃ ઓફિસ માલિક કોણ? કેટલા દિવસથી પાસા ફેંકાતા હતાં? તે સહિતની તપાસનો ધમધમાટ :પીએસઆઇ જી. એન. વાઘેલા, જગદીશભાઇ વાંક, ભગીરથસિંહ ઝાલાની બાતમી : રાજકોટ ઉપરાંત ગોંડલ, મોરબી, ધોરાજી, જામનગર, પડધરીથી જૂગાર રમવા આવ્‍યા હતાં: મોટા ભાગના ડ્રાઇવીંગ અને છુટક મજૂરી કરનારા access_time 3:11 pm IST