Gujarati News

Gujarati News

૧૮૦૦ વર્ષ પ્રાચીન વિશ્વ પ્રસિધ્ધ બૌધ્ધ ગુફા ખંભાલીડાને બચાવો: સૌરાષ્ટ્રમાં શોધાયેલ પ્રાચીન સંસ્કૃતિના સ્થળો બચાવવા જયાબેન ફાઉન્ડેશન દ્વારા વડાપ્રધાન, કેન્દ્રીયમંત્રી, મુખ્યમંત્રી, વિભાગના મંત્રી, વિપક્ષી નેતાને ભારપૂર્વક રજુઆત : ૪૫૦૦ વર્ષ પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના સ્થળ રોજડી ખાતે મળી આવેલ વસ્તુત્યા સાઈટ મ્યુઝીયમમાં દર્શાવો : રાજકોટની પુરાતત્વ વિભાગની ઓફીસનું કાર્યક્ષેત્ર ૧૧ જીલ્લાનું ૧૮૦ રક્ષિત સ્મારકની જવાબદારી સ્ટાફ ફકત બે જ છે : ૧૮૦૦ વર્ષ પ્રાચીન વિશાળ શિલ્પો ધરાવતી રાજયમાં એકમાત્ર બૌધ્ધગુફા જાળવણીના અભાવે જર્જરીત હાલતમાં : જયાબહેન ફાઉન્ડેશનના પરેશ પંડયા ૨૦૦૩થી સતત પ્રાચીન સંસ્કૃતિના સ્થળો બચાવવા પ્રયત્નશીલ છે access_time 3:43 pm IST

રાજકોટના ડીસીપી તરીકે સજ્જનસિંહ પરમારની પસંદગીની ભીતરી કથા: જુનિયર એન્‍જીનીયરથી જીપીએસ અને જીપીએસથી આઇપીએસ સુધીની સફર દરમિયાન રાજકોટ સહિત ઊતર અને દક્ષિણ સૌરાષ્‍ટ્ર અને રાજયના મહત્‍વના શહેરમાં ટ્રાફિક બ્રાન્‍ચ અને આજે ખાસ જરૂરી આઇબીમા ફરજ બજાવી લોકો સાથે સંપર્ક રાખી કેવી રીતે આગોતરી માહિતી મેળવી કાયદો વ્‍યવસ્‍થા ગોઠવી શકાય તેનું જ્ઞાન મેળવ્‍યું છે : ચંૂટણી બંદોબસ્‍ત, કોંગ્રેસ અને ખાસ કરી આમ આદમી પાર્ટીની સક્રિયતા વચ્‍ચે તમામ અનુભવી સેનાપતિઓ બદલાય જતા સુરત અને ગાંધીનગરની નેતાગીરી દ્વારા થયેલ નિર્ણયના પરિપાક રીતે પસંદગી થયાની જોરદાર ચર્ચાઓ : રાજકોટમાંથી તમામ અનુભવી પીઆઇ, ટ્રાફિક સહિત એસીપી, ડીસીપી અને હવે ટુંકમાં જ અનુભવી અને બિન વિવાદાસ્‍પદ ખુર્શીદ અહેમદની બદલી થનાર હોવાથી અનુભવી સીપીને અનુભવી સેનાપતિની ખોટ સહન ન કરવી પડે તે બાબત પણ ધ્‍યાને રાખવામાં આવી હોવાની ચર્ચાઓ સુરત સુધી સીમિત રહેવાને બદલે આઇપીએસ કોર ગ્રુપમાં પણ ચર્ચાઇ રહી છે. access_time 11:12 am IST