રાજકોટ
News of Friday, 31st December 2021

રાજકોટના રિક્ષાચાલક વલ્લભને રીબડામાં હોટલે ગડદાપાટુનો માર

ચા પીવા ઉભો ત્યારે અજાણ્યાએ કારણવગર ઘુસ્તાવ્યો

રાજકોટ તા. ૩૧: યુનિવર્સિટી રોડ ગોપાલ ચોક પાસે નટરાજનગરમાં રહેતો વલ્લભ પાંચાભાઇ ધોળકીયા (ઉ.૨૨) મજૂરોને શાપર નજીક રિક્ષામાં મુકવા ગયો હતો અને ત્યાંથી રિક્ષા લઇ પાછો આવતો હતો ત્યારે રીબડાની ગોપાલ હોટલ ખાતે ચા પીવા ઉભો રહેતાં અજાણ્યાએ ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. વલ્લભે કહ્યું હતું કે પોતે કપમાં ચા પીતો હતો અને ટ્રકવાળા ઉભા હોઇ તેની સાથે વાત કરતો હતો ત્યારે અચાનક ધસી આવેલા અજાણ્યા શખ્સે કંઇપણ કારણવગર મારકુટ કરી લીધી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 

(3:16 pm IST)