રાજકોટ
News of Tuesday, 31st December 2019

નિધિ સ્કૂલના સંસ્થાપક સિંધુભા ચુડાસમાની પુણ્યતિથિ નિમીતે કાલે સ્પોટ્ર્સ- ડેનું આયોજન

૪૦૦ વિદ્યાર્થીઓ ભાગ લેશેઃ વિજેતાઓને ટ્રોફી સહિતના ઈનામો અપાશે

રાજકોટ,તા.૩૧: શહેરના વોર્ડ નં.૧ના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા છેલ્લા ૪ વર્ષથી સ્કૂલના સંસ્થાપક સ્વ.સિંધુભા મુળુભા ચુડાસમાની પુણ્યતિથિ નિમિતે આવતીકાલે તા.૧ના જાન્યુઆરીના બુધવારના રોજ ''સ્પોટ્ર્સ ડે''નું આયોજન ભારતીયનગરના મેદાનમાં કરવામાં આવેલ છે.

આ સ્પોર્ટ્સ ડેમાં કે.જી. વિભાગના પ્લે ગ્રુપથી સિનીયર કે.જી.સુધીના ૪૦૦ બાળકો ભાગ લેનાર છે. જેમાં પ્લેહાઉસ ગર્લ્સ માટે ૫૦ મીટરરેસ, પ્લે હાઉસ બોયસ માટે પોપેટો રેસ, નર્સરી ગર્લ્સ માટે બકેટ બોલ, નર્સરી બોયસ માટે મ્યુઝીકલ ચેર, એલ.કે.જી ગર્લ્સ માટે હમ પીછે તુમ, એલ.કે.જી બોયસ માટે ઝીક ઝેક ગેમ, એચ.કે.જી.ગર્લ્સ માટે કલેકટ મારબલ, એચ.કે.જી.બોયસ માટે પેગ્સ રેસ, તેમજ સાયકલરેસ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે.

આ સ્પોર્ટ્સ ડેનું ઉદ્ઘાટન સ્કૂલના ચેરમન શ્રીમતિ સજજનબા સિંધુભા ચુડાસમા દ્વારા કરવામાં આવશે. વાલીઓ માટે પણ સરપ્રાઈઝ ગેમનું આયોજન કરવામાં આવેલ છે. આ ''સ્પોર્ટ્સ ડે''ને યાદગાર બનાવાવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા માર્ગદર્શન હેઠળ પ્રિન્સીપાલ, બીનાબેન ગોહેલ, અર્ચનાબા જાડેજા, હર્ષદભાઈ રાઠોડ, કર્મદિપસિંહ જાડેજા તેમજ શિક્ષકગણ જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:52 pm IST)