રાજકોટ
News of Thursday, 26th April 2018

પટેલ પરિવાર પર હુમલો કરનારા ભાવેશ સહિત સાતેય જેલ હવાલે

ભાવેશ લોખીલની ફરીયાદ પરથી ત્રણ પટેલ ભાઇઓ સામે પણ ગુનો

રાજકોટ તા. ૨૬: આમ્રપાલી ફાટક પાસે ચુડાસમા પ્લોટમાં પાંચ દિવસ પહેલા ત્રણ પટેલ ભાઇઓ પર જમીન ના મુદે થયેલા ખુની હુમલામાં ભાવેશ લોખીલ સહિત સાતેય શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આ પ્રકરણમાં પોલીસે ભાવેશ લોખીલની ફરીયાદ પરથી ત્રણ પટેલ ભાઇઓ સામે પણ ગુનો નોંધાયો છે.

મળતી વિગતો મુજબ ચુડાસમા પ્લોટમાંં પાંચદિવસ પૂર્વે પ્રવિણભાઇ રૈયાણી, શૈલેષભાઇ રૈયાણી, અને દિલીપભાઇ રૈયાણી પર ભાવેશ ઘુસા લોખીલ અને ૧૨ અજાણ્યા શખ્સો એ છરી, પાઇપ, તલવારથી ખુની હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા ત્રણેય ભાઇઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે શૈલેષભાઇ રૈયાણીની ફરીયાદ પરથી ભાવેશ સહિનાઓ સામે હત્યાની કોશીશનો ગુનો દાખલ કરી ભાવેશ લોખીલ સહિત સાત શખ્સોની ધરપકડ કરી હતી. બાદ તમામ શખ્સોને પોલીસે કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ મામલે ભાવેશ ઘુસાભાઇ લોખીલ (ઉ.વ.૩૫) (રહે. રણછોડનગર શેરીનં.૬ રજપુતવાડીની બાજુમાં) ને ઇજા થઇ હતી તેણે પણ ગાંધીગ્રામ પોલીસમાં વળતી ફરીયાદ નોંધાવી હતી જેમાં પ્રવિણ રૈયાણી, શૈલેષ રૈયાણી અને દિલીપ રૈયાણી એ જમીન બાબતે મનદુઃખ ચાલતુ હોઇ તેથી બનાવની રાત્રે ત્રણેય પાસે જમીનના કાગળો લેવા જતા ત્રણેયે એક સંપ કરી ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસે તપાસ આદરી છે.

(2:52 pm IST)