રાજકોટ
News of Thursday, 26th April 2018

બી-ડિવીઝન વિસ્તારમાં લુખ્ખા-આવારા અને કારણ વગર ઉજાગરા કરવા નીકળેલા શખ્સોને સીધાદોર કરતી પોલીસ

રાજકોટઃ શહેરમાં લુખ્ખા-આવારા તત્વો સામે પોલીસે ફરી ઝુંબેશ શરૂ કરી છે. ભકિતનગર પોલીસે બાગ બગીચાઓમાં રોમીયાઓને સીધાદોર કર્યા બાદ હવે બી-ડિવીઝન પોલીસ દ્વારા પણ વિસ્તારમાં પેટ્રોલીંગ, વાહન ચેકીંગ અને રાત્રીના સમયે કારણ વગર ભટકતા રહેતાં તત્વોની પુછતાછનો દોર શરૂ કર્યો છે. ગત રાત્રે ઇન્ચાર્જ આર. એસ. પટેલ અને ડી. સ્ટાફની ટીમે શહેરના ભગવતીપરા, ખોડિયારપરા, ગણેશનગર, માર્કેટ યાર્ડ પાસે, મોરબી રોડ જકાતનાકા પાસે, પેડક રોડ, ડિલકસ ચોક, ગ્રીનલેન્ડ ચોકડી સહિતના વિસ્તારોમાં કોમ્બીંગ કરી અનેક શખ્સોને કાયદાનું ભાન કરાવ્યું હતું અને કારણ વગર ઉજાગરા નહિ કરવા સમજાવી ઘર ભેગા કર્યા હતાં. અમુકને જાહેરમાં ઉઠબેસ કરાવાઇ હતી. વાહનોના કાચ ફોડવાના બનાવો, ખુલ્લેઆમ મારામારી સહિતના બનાવો થોડા દિવસો પહેલા બન્યા હોઇ જેથી પોલીસે આકરી ઝુંબેશ શરૂ કરી છે જે તસ્વીરોમાં જોઇ શકાય છે. એએસઆઇ મહેશગીરી, વિરમભાઇ, એભલભાઇ, નિશાંતભાઇ, દેવેન્દ્રસિંહ, બંને મહેશભાઇ, અજીતભાઇ, ચંદ્રસિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો.(૧૪.૮)

(2:46 pm IST)