રાજકોટ
News of Saturday, 20th October 2018

કોંગ્રેસનાં કોર્પોરેટરો તંદુરસ્ત ચર્ચાને બદલે સતત તોફાન કરતાં આવ્યા છેઃ બીનાબેન-નીતિનભાઇ

સતત ૪ બોર્ડથી પ્રશ્નો ચર્ચાતા નથીઃ કાર્યકરોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવાનો આગ્રહ વિપક્ષે છોડી દેવો જોઇએઃ અગાઉ સ્વ. જેન્તીભાઇ કુંડલીયા જેવા વિપક્ષી સભ્યો દિવસો સુધી પ્રજાનાં પ્રશ્નોની તંદુરસ્ત ચર્ચા કરતાં હતાં: વિપક્ષનાં વર્તનથી શાસકો વ્યથિત

રાજકોટ તા. ર૦ :.. આજે મળેલા કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાં કોંગી કોર્પોરેટરોએ હોબાળો મચાવતાં મેયર બીનાબેન આચાર્ય અને ભાજપનાં પ્રદેશ આગેવાન ત્થા સીનીયર કોર્પોરેટર નીતિનભાઇ ભારદ્વાજે આ બાબતે લોકશાહી માટે લાંછનરૂપ હોવાની વ્યથા ઠાલવી હતી.

આ તકે મેયર બીનાબેન તથા નીતિનભાઇએ સંયુકત નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ-ત્રણ જનરલ બોર્ડમાં કોંગ્રેસનાં કોર્પોરેટરો પ્રજાનાં પ્રશ્નોની તંદુરસ્ત ચર્ચા કરવાને બદલે હોહા-દેકારો અને તોફાન કરી રહ્યા છે. જેના કારણે જનરલ બોર્ડનાં ગરીમા નથી જળવાતી નીતિનભાઇએ યાદ અપાવ્યુ હતું કે અગાઉ સ્વ. જેન્તીભાઇ કુંડલીયા જેવા વિપક્ષનાં નેતા હતાં કે જે બે-બે દિવસ સુધી જનરલ બોર્ડમાં પ્રજાનાં પ્રશ્નોની તંદુરસ્ત ચર્ચા કરતાં હતાં. ત્યારે આજનાં વિપક્ષી સભ્યો ખોટા હોબાળામાં સમય બરબાદ કરી રહ્યા છે. તે લોકશાહી માટે સારૂ ન કહેવાય.

પ્રેક્ષક ગેલેરી ખોલવા બાબતે મેયર બીનાબેન આચાર્ય એ સ્પષ્ટ કર્યુ હતું કે 'વિપક્ષ કોંગ્રેસ જો પ્રેક્ષક ગેલેરીમાં કાર્યકરોને બેસાડવાનો આગ્રહ છોડી દયે તો પ્રેક્ષક ગેલેરી સામાન્ય નાગરીક માટે ખોલી શકાય કેમ કે કાર્યકરોને પ્રેક્ષક ગેલેરીમાં ઘુસાડી અને તોફાન કરવાનાં ભુતકાળનાં બનાવથી જ આ પ્રેક્ષક ગેલેરી બંધ કરાઇ છે.' (પ-

 

(4:07 pm IST)