રાજકોટ
News of Saturday, 31st October 2020

રાજકોટને વધુ એક ગૌરવ : ગ્રીન ચેમ્પિયન એવોર્ડ

મહાનગર પાલિકાએ હાઉસીંગ પ્રોજેકટોમાં દેશમાં સૌ પ્રથમ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અપનાવી દેશભરમાં ગૌરવ મેળવ્યું: મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિન મોલિયા, સ્ટે.કમીટી ચેરમેન ઉદય કાનગડ, અધિકારીઓ-કર્મચારીઓની જહેમતને બિરદાવી અભિનંદન પાઠવ્યા

રાજકોટ,તા.૩૧: મ્યુ.કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવેલ છે. ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ  દ્વારા દેશભરમાં પ્રથમ એવા રાજકોટ મહાનગરપાલિકાની ઉપરોકત સરાહનીય કામગીરી તેમજ પહેલ માટે ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા કેટેગરી અંતર્ગત ચેમ્પિયન એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આજે ઓનલાઈન એનાયત કરવામાં આવ્યો હતો.

આ અંગે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું, તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપનાવવામાં આવેલા ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ મળી રહયું છે તે પ્રકારના આયોજન માટે હાઉસિંગ સહિતના વિવિધ પ્રોજેકટસની જવાબદારી વહન કરી રહેલા સિટી એન્જીનીયર સ્પે. અલ્પના મિત્રા અને તેમના વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓની જહેમતને બિરદાવી તેઓને અભિનંદન પણ પાઠવ્યા હતાં.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે બિલ્ડીંગ ડીઝાઈનના ફીચર્સમાં ટેકનીકલ ફેરફાર કરીને ઘરના અંદરનું તાપમાન ૩૦ થી ૩૧ ડીગ્રી વચ્ચે રહે તે મુજબ સ્થાનિકે કામગીરી કરાવવામાં આવી રહેલ છે. જેમાં કેવીટીવોલ, ઓપનેબલ બારી-દરવાજાની વ્યવસ્થા, વેન્ટીલેશન શાફ્ટ વિગેરે સામેલ છે. તેમજ ગ્રીન બિલ્ડીંગના પ્રિન્સિપલ્સને ધ્યાને રાખીને ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર સીસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાવર્િેસ્ટંગ વિગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ ચણતર માટે લોકસનો ઉપયોગ કરવામાં આવેલ છે.

ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા જુદી-જુદી ૭ કેટેગરીમાં એવોર્ડ નોમીનેશન કરવામાં આવે છે.  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા ૧૫ પ્રોજેકટ્સ માટે ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેશન માટે અરજી કરેલ છે. જે માટે જરૂરી તમામ પરિબળો પૂર્ણ કરવામાં આવી રહેલ છે. પરીબળોના કારણે કાર્બન ઉત્સર્જન દ્યટાડી શકાય તેમજ આવાસોના લાભાર્થીઓને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે.

(3:04 pm IST)