રાજકોટ
News of Saturday, 31st October 2020

લક્ષ્મીનગર પાસે મિલ્કત મામલે ધર્મેન્દ્રસિંહે ફીનાઇલ પી લીધો

રાજકોટ, તા.૩૧: લક્ષ્મીનગર મેઇન રોડ પર મિલ્કત મામલે યુવાને ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ કોઠારીયા કોલોની કવા. ૯૧માં રહેતા ધર્મેન્દ્રસિંહ દાનુભા જાડેજા (ઉ.વ.૪૩) એ સવારે લક્ષ્મીનગર મેઇન રોડ પર ફીનાઇલ પી લેતા તેને ૧૦૮ મારફતે સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ધર્મેન્દ્રસિંહ ડ્રાઇવીંગ કરે છે અને મિલ્કત મામલે ફીનાઇલ પી લીધું હોવાના આક્ષેપ સાથે ધર્મેન્દ્રસિંહએ જણાવ્યું હતું. આ અંગે ભકિતનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:00 pm IST)