રાજકોટ
News of Saturday, 31st October 2020

વિનુભાઇનું ચોથી વાર પ્લાઝમા ડોનેટ

સિવિલ હોસ્પિટલમાં સાજા થયા પછી સતત સેવાકાર્ય

રાજકોટ,તા. ૩૧: કોરોનાની મહામારીમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની જિંદગી બચાવવા કોઈ મોટું સેવા કાર્ય હોય તો તે પ્લાઝમા ડોનેટનું છે. રાજકોટના વિનુભાઈ મોલીયા આ સેવાકાર્ય સુપેરે બજાવી રહ્યા છે.

રાજકોટની પીડીયુ કોવિડ હોસ્પિટલમાં અદ્યતન સારવાર લઇને સાજા થયેલા વિનુભાઈ મોલીયાએ જણાવ્યું હતું કે ૯મી જુલાઈના રોજ તેમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ દર્દીઓની ખૂબ કાળજી લે છે અને જમવાનું તેમજ નાસ્તો ઉપરાંત સમયસર તપાસ, દવા બધી જ સગવડતા હોવાનું જણાવતા વિનુભાઈ કહે છે કે રાજકોટની સિવિલ માં જે સેવા અને સગવડો તેમજ દર્દીઓ પ્રત્યેની લાગણી છે તે ધ્યાને રાખીને હું સિવિલ હોસ્પિટલમાં જ પ્લાઝમા ડોનેટ કરું છું.વિનુભાઈને એન્ટીબોડી એકટીવ થતાં જરૂરી તપાસ કરાવીને તેઓ સિવિલ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં સમયાંતરે બીજા દરદીઓની જિંદગી બચી શકે તે માટેે ચોથી વખત તેમણે પ્લાઝમા ડોનેટ કર્યું હતું.

(12:47 pm IST)