રાજકોટ
News of Thursday, 31st October 2019

શ્રી રણછોડદાસજી બાપુના જન્મોત્સવની ધામધુમથી ઉજવણી : દર્શનાર્થીઓએ કતારો લગાવી : સાધુ સંતોને વસ્ત્રદાન અને દક્ષિણા

રાજકોટ : રોટી દાનનો મહીમા ઉજાગર કરનાર સદ્દગુરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસજી મહારાજની જન્મ જયંતિ આજે કારતક સુદ ચોથના ધામધુમથી ઉજવવામાં આવી હતી. આશ્રમ રોડ (કુવાડવા રોડ) ખાતે આવેલ ગુરૂદેવના નીજ આશ્રમમાં વહેલી સવારથી જ પૂજન અર્ચન અને ધુન કિર્તનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. દર્શન માટે લાંબી કતારો લાગી હતી. બપોરે તમામ ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દિવસે મહારકતદાન કેમ્પ પણ રાખવામાં આવેલ. તેમજ સાથો સાથ સાધુ સંતો માટે વિશાળ ભંડારાનું આયોજન કરાયુ છે. જેમાં સાધુ સંતોને ૧ ધાબળો, ૧ સ્ટીલનું કમંડલ, શાલ અને રૂ.૧૦૦ દક્ષિણા અપાઇ હતી. આ ભંડારામાં નિર્મોહી, ખાખી, દીગંબર, સન્યાસી સહીત તમામ અખાડાના સાધુ સંતો પધાર્યા હતા. આજના દિવસે ગુરૂભકતો વિશેષ કરીને ગુરૂદેવની ચાખડીના દર્શનનો અનન્ય લ્હાવો મેળવ્યો હતો. તસ્વીરમાં ગુરૂદેવના પૂજનમાં બિરાજેલ ટ્રસ્ટી મંડળના શ્રી પ્રવિણભાઇ વસાણી, કમીટી મેમ્બર ઇશ્વરભાઇ  ખખ્ખર, વરીષ્ઠ પત્રકાર કાંન્તીભાઇ કતીરા વગેરે નજરે પડે છે. અન્ય તસ્વીરમાં દર્શન માટે લાગેલી કતારો અને સાધુ સંતો નજરે પડે છે.

(3:25 pm IST)