રાજકોટ
News of Thursday, 31st October 2019

આજે સરદાર પટેલ જયંતિ : રાજકોટમાં નીકળી કર્મવીર રેલી

સરદાર પટેલજીની પ્રતિમા વિવિધ ફલોટ્સ સાથે બહુમાળી ભવનથી પ્રારંભ પટેલવાડી ખાતે સમાપન : રેલીનું ઠેર-ઠેર સ્વાગત : સરદાર પટેલ સેવાદળ દ્વારા સતત ચોથા વર્ષે આયોજન

રાજકોટ : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે શહેરના રાજમાર્ગો ઉપર નીકળેલ કર્મવીર રેલીની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૩૧ : આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે રાજકોટ શહેરમાં કર્મવીર રેલી નિકળી હતી. સરદાર સાહેબ, ગાંધીજી, ઝાંસીની રાણી સહિતના ફલોટ્સ સાથે આ રેલીમાં મોટી સંખ્યામાં ટુ વ્હીલર, ફોર વ્હીલર તેમજ વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા.

શ્રી સરદાર પટેલ સેવાદળ (એસપીજી) આયોજીત આ રેલીની શરૂઆત શ્રી સરદાર પટેલની પ્રતિમા (રેસકોર્ષ રીંગ રોડ) ખાતેથી રેસકોર્ષથી પંચાયત ચોક (૮ વાગ્યે) અન્ડરબ્રીજ, કેકેવી સર્કલ, બીગ બજાર ૯ વાગ્યે, મવડી, ગોવર્ધન ચોક, ગોંડલ ચોકડી - ૧૦ વાગ્યે, ૮૦ ફૂટ રોડ, બોલબાલા માર્ગ, લાલ પાર્ક, આહીર ચોક, પટેલ ચોક, કોઠારીયા મેઈન રોડ - ૧૧ વાગ્યે સોરઠીયાવાડી સર્કલ, ૮૦ ફૂટ ચોકડી, ભાવનગર રોડ, સંત કબીર રોડ - ૧૨ વાગ્યે જલગંગા ચોક, ડી.કે. ચોક અને બેડીપરા પટેલ વાડી ૧ વાગ્યે ખાતે સમાપ્ત થશે. આ રેલીનું પ્રસ્થાન વ્હેલી સવારે ૮ વાગ્યે એસપીજી અધ્યક્ષ લાલજીભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર અધ્યક્ષ જસ્મીનભાઈ પીપળીયા તેમજ નિવૃત આર્મી એસો. દ્વારા કરવામાં આવશે. આ રેલીમાં દરેક જ્ઞાતિની ૫૬થી વધુ સંસ્થાઓનો સહકાર મળેલ. શહેરના વિવિધ માર્ગો ઉપર આ રેલીનું સ્વાગત કરવામાં આવેલ હતું.

આયોજનને સફળ બનાવવા એસ.પી.જી.ના સર્વશ્રી જસ્મીનભાઈ પીપળીયા, અશ્વિનભાઈ મોલીયા, દિપભાઈ રૈયાણી, ભાવેશભાઈ કીયાડા, હાર્દિક કાકડીયા, ઉમેશ ઝાલાવડીયા, ચંદ્રેશ ખુંટ, યાસીન  રોકડ તથા એસપીજી ટીમે જહેમત ઉઠાવી હતી. (મો.૯૭૨૪૪ ૯૬૯૬૦) (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(1:23 pm IST)