રાજકોટ
News of Thursday, 31st October 2019

જેલમાં બે કેદી આકાશ અને હનીફશાએ વધુ પડતી ટીકડીઓ પી લેતાં તબિયત લથડી

રાજકોટ તા. ૩૧: પોપટપરા સેન્ટ્રલ જેલમાં રખાયેલા કેદી આકાશ હસમુખભાઇ આડતીયા (ઉ.૨૩)એ બેસતા વર્ષની સાંજે આઠેક વાગ્યે બિમારીના ટીકડા વધુ પી લેતાં તબિયત બગડતાં સારવાર માટે જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે ભાઇબીજના રોજ ગંજીવાડાના હનીફશા ઇબ્રાહીમશા શાહમદાર (ઉ.૩૨)એ પોતાની માનસિક બિમારીની વધુ ટીકડીઓ પી લેતાં હાલત બગડતાં સિવિલમાં દાખલ કરવો પડ્યો હતો. ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. હનીફશા ચોરીના ગુનામાં પાંચેક વર્ષથી જેલમાં છે.

(11:44 am IST)