રાજકોટ
News of Thursday, 31st October 2019

નવાગામના યોગેશે ગાળો દેવાની ના પાડતાં વિશાલે ધોકો ફટકાર્યો

રાજકોટ તા. ૩૧: કુવાડવા રોડ નવાગામ આણંદપરમાં રહેતાં યોગેશ જીણાભાઇ જાદવ (ઉ.૨૫)ને બેસતા વર્ષની સાંજે છએક વાગ્યે લાલપરી તળાવ પાસે હતો ત્યારે નવાગામનો જ વિશાલ કોળી, દિનેશ, ભયો કોળી સહિતના ત્યાં ઉભા હોઇ વિશાલે ઝઘડો કરી માથામાં ધોકો ફટકારી દેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. યોગેશના કહેવા મુજબ વિશાલ કારણ વગર ગાળો દેવા માંડતાં તેનેગાળો બોલવાની ના પાડતાં હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

(11:44 am IST)