રાજકોટ
News of Thursday, 31st October 2019

નવાગામ બસ સ્ટેશન પાસે ચકલા પોપટનો જૂગાર રમતાં ૪ પકડાયા

રાજકોટ તા. ૩૧: નવાગામ બસ સ્ટેશન પાસે ચકલા પોપટના ચિત્રો પર જૂગાર રમતાં ચાર શખ્સોને પોલીસે પકડી લીધા હતાં.

કુવાડવાના પીએસઆઇ એમ. કે. ઝાલા, મનિષભાઇ, દિલીપભાઇ, રઘુવીરદાન, અજીતભાઇ સહિતની ટીમે પેટ્રોલીંગ દરમિયાન દરોડો પાડી વિશાલ મનસુખભાઇ ઝાપડા (ઉ.૩૦-રહે. નવાગામ), રાજુ ચમનભાઇ સોલંકી (ઉ.૨૦-રહે. મેંગો માર્કેટ સામે), સાગર રમેશભાઇ સોની (ઉ.૨૦-રહે. નવાગામ) તથા શયમબાબુ નગીન્દ્રન  (રહે. નવાગામ)ને જૂગાર રમતાં પકડી લઇ ચકલા-પોપટના ચિત્રો દોરેલુ પાનુ તથા રૂ. ૪૧૧૦ રોકડા કબ્જે લીધા હતાં.

(11:41 am IST)