હુડકોના કિશોરપરીએ ભાઇબીજને દિવસે ગોંડલમાં બહેનના ઘર પાસે ઝેર પી જીવ દીધો
માનસિક અસ્વસ્થતાને લીધુ પગલું ભર્યુઃ બાવાજી પરિવારમાં શોક
રાજકોટ તા. ૩૧: કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે રહેતાં કિશોરપરી ભુપતપરી ગોસ્વામી (ઉ.વ.૫૦) નામના બાવાજી પ્રોૈઢે ભાઇબીજની સવારે દસેક વાગ્યે ગોંડલમાં વ્હોરાકોટડા રોડ પર વિજયનગરમાં રહેતાં પોતાના બહેન હંસાબેન ધીરજગીરી ગોસ્વામીના ઘર પાસે ઝેરી ટીકડી પી લેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર કિશોરપરી બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. અગાઉ મંદિરમાં સેવા પુજા કરતાં હતાં. હાલ માનસિક અસ્વસ્થતા હોઇ નિવૃત જીવન ગાળતાં હતાં. ભાઇબીજ કરવા ગોંડલ બહેનના ઘરે ગયા હતાં અને ત્યાં બહેનના ઘર પાસે જ ઝેરી ટીકડી પી લીધી હતી. ગોંડલ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.