રાજકોટ
News of Thursday, 31st October 2019

દિવાળી-નવા વર્ષના તહેવારમાં ધબાધબીઃ ફાયરીંગ, આગચંપી

રંગીલા રાજકોટમાં તહેવારની ઉજવણી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક થઇઃ આમ છતાં અમુક બનાવોમાં પોલીસને રાતભર દોડધામ કરવી પડી: ફટાકડા ફોડવા મામલે, જુના મનદુઃખમાં અને બિજા નજીવા કારણસર લોકોએ મગજગુમાવીઃ હોસ્પિટલમાં સતત દર્દીઓ ઉમટતા રહ્યા

રાજકોટ તા. ૩૧: શહેરમાં દિવાળીના તહેવારમાં લોકો શાંતિ-સલામતિથી ઉજવણી કરી શકે એ માટે પોલીસે અઠવાડીયા અગાઉથી જ એકશન પ્લાન ઘડી રાખ્યો હતો અને સતત ઠેર-ઠેર બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેના કારણે તહેવારોની ઉજવણી શાંતિપૂર્વક રીતે થઇ હતી. આમ છતાં ઘણા ઠેકાણે અંગત કારણોસર, ફટાકડા ફોડવા મામલે તેમજ અન્ય નાના મોટા કારણોસર ફાયરીંગ, ધબધબાટી, વાહન સળગાવવા સહિતના બનાવો બનતાં પોલીસને દોડધામ થઇ પડી હતી. જુદી-જુદી ઘટનાઓમાં ઘાયલ થયેલા લોકો સતત સિવિલ હોસ્પિટલમાં આવતાં રહ્યા હતાં. તબિબો અને નર્સિંગ સ્ટાફે પણ સતત સેવા બજાવી હતી. ધબાધબીની ઘટનાઓની વિગતો અહિ અલગ-અલગ મથાળા હેઠળ પ્રસ્તુત છે.

(3:58 pm IST)