રાજકોટ
News of Wednesday, 31st October 2018

ગર્ભ સંસ્કાર વિજ્ઞાન વિષે સેમીનાર

 આયુર્વેદ પાસે ઉત્તમ સંતતિની પ્રાપ્તિ માટે વૈજ્ઞાનિક અભિગમ છે. તેની જાણકારી સૌને મળે તેવા હેતુથી આરોગ્ય ભારતી અને સરકારી આયુર્વેદ વિભાગ દ્વારા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે એક સેમીનારનું આયોજન કરાયુ હતુ. આ તકે આરોગ્ય ભારતીનો પરિચય ડો. જયસુખ મકવાણાએ રજુ કરેલ. જયારે સેમીનારની ભુમિકા ડો. હર્ષદભાઇ પંડીતે રજુ કરેલ. મુખ્ય વકતા ડો. કરીશ્માબેનનું શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. પરિચય વિભુલભાઇ પરમારે રજુ કરેલ. સ્વાગત આયુર્વેદ ઔષધીય રોપ વડે કરવામાં આવેલ. આયુર્વેદ અધિકારી ડો. ભાનુભાઇ મેતા અને લોકવિજ્ઞાન કેન્દ્રના નિયામક ડો. ભાયાણી ઉપસ્થિત રહ્યા હતા. મંચ સંચાલન પ્રો. ડો. વિજય પીઠડીયાએ અને અંતમાં આભારવિધિ વનૌષધિ આયામ સંયોજક ભરત કોરાટે કરી હતી. સંયોજક ડો. ભાસ્કર ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, રેખાબેન ચૌહાણ, પ્રવિણગીરી ગોસ્વામી, ડો. જીતેશ પાદરીયા, ડો. ગૌરાંગ વ્યાસ, વિપુલ પરમાર, ડો. હાર્દીક જોબનપુત્રા, તપન પંડયા, ડો. વિજય પીઠડીયા અને કામદાર નર્સીંગ સ્કુલ અને આનંદ નર્સીંગ સ્કુલના સ્ટાફે સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. (૧૬.૨)

 

(2:36 pm IST)