અલય પાર્ક-ર માં પેવર બ્લોકનું અંજલીબેન રૂપાણી-બીનાબેન આચાર્યના હસ્તે ખાતમુહુર્ત
રાજકોટઃ વિધાનસભા ૬૯ના ધારાસભ્ય અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૧૦માં કાલાવડ રોડ પર સાંઇબાબા પાર્ક પાસે આવેલા અલય પાર્ક-ર માં પેવર બ્લોકના કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી તથા મેયર બીનાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. વોર્ડ નં. ૧૦માં આવેલ કાલાવડ રોડ પર સાંઇબાબા પાર્ક પાસે આવેલા અલય પાર્ક-ર માં ધારાસભ્ય અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક ઙ્ગનાખવાના કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ખાતમુહુર્ત પ્રસંગે કોર્પોરેટર અશ્વીનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, પુર્વ કોર્પોરેેટર પરેશભાઇ હુંબલ શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છૈયા, તથા સ્થાનીક અગ્રણી અલય પાર્ક-રના પ્રમુખ જાડેજા જગદીશસિંહ, ભરતભાઇ રમોલીયા, ચંદુભાઇ ડેડાણીયા, અમરીશભાઇ પટેલ, નરેન્દ્રભાઇ સોરઠીયા, નિલેશભાઇ તન્ના, વિષ્મયભાઇ ઓઝા, મુરજીભાઇ વરસાણી, ભગવાનજીભાઇ પટેલ, પ્રકાશભાઇ સાકરીયા, ડેવીડભાઇ પટેલ, કિશોરીબા જાડેજા, વર્ષાબેન પટેલ, ચેતનાબેન તન્ના, કાંતાબેન ડેડાણીયા, મંજુબેન પ્રજાપતી સહીતના લતાવાસીઓ ઉપસ્થિત રહયા હતા.