રાજકોટ
News of Wednesday, 31st July 2019

રાજકોટ મશીનરી સ્ટોરના માલીક સામે છ લાખ ૮૩ હજારના ચેક રિટર્નની ફરિયાદ

રાજકોટ તા.૩૧: રાજસ્થાનના બંસવારામાં રાજકોટ મશીનરી સ્ટોરના નામે ધંધો કરતા શાહીદ મનસુરી નુર એ ઇન્ડસ્ટ્રીઝ, રાજકોટ પાસેથી ખરીદેલ માલનું પેમેન્ટ કરવા રંજન ઇન્ડસ્ટ્રીઝ જોગ ઇસ્યુ કરી આપેલ રકમ રૂ.૬,૮૩,૮૯૪ નો ચેક રીટર્ન થતા રંજન ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર જયસુખભાઇ અરજણભાઇ રામાણીએ રાજકોટ મશીનરી સ્ટોરના માલીક વિરૂધ્ધ અદાલતમાં ફરીયાદ દાખલ કરતા અદાલતે આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, ફરીયાદી જયસુખભાઇ અરજણભાઇ રામાણી કે જેઓ રંજન ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર હોય અને સબમશીબલ પંપનું મેન્યુફેકચરીંગનો ધંધો કરતા હોય જેઓ પાસેથી રાજસ્થાનના બંસવારામાં રાજકોટ મશીનરી સ્ટોરના નામે ધંધો કરતા શાહીદ મન્સુરી નુરએ ધીરે ધીરે ફરીયાદી પેઢી પાસેથી માલ મગાવી માલનું પેમેન્ટ કરી વિશ્વાસ સંપાદીત કરી બાદમાં ફરી માલ મેળવી તે માલનું પેમેન્ટ કરવા રકમ રૂ.૬,૮૩,૮૯૪ નું રાજકોટ મશીનરી સ્ટોરના પ્રોપરાઇટર દરજજે ચેકમાં સહી કરી આપી ફરીયાદી રંજન ઇન્ડસ્ટ્રીઝની તરફેણમાં ચેક ઇસ્યુ કરી આપી ચેક પરત નહિ ફરે તેવા વચન, વાયદા આપી તે ભરોષે સ્વીકારેલ ચેક ફરીયાદી પેઢીએ તેના બેંક ખાતામાં રજુ કરતા ચેક પાસ ન થતા અને રીટર્ન થતા તેની જાણ આરોપીને કરવા છતા યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદનું લેણુ ન ચુકવી આપતા પ્રથમથી જ ફરીયાદીનું લેણુ ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂધ્ધ ચેક રીટર્ન સંબધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી પોતાના ધંધા અર્થે લીધેલ રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ  એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુના આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી રંજન ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર જયસુખભાઇ રામાણી વતી રાજકોટના એડવોકેટ હિરેન ડોબરીયા, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, રોકાયેલ હતા.(

(3:58 pm IST)