રાજકોટ
News of Monday, 31st May 2021

અઢળક શુભેચ્છાઓ

 આજે મ.ન.પા.ની શિક્ષણ સમિતિમાં આજે ચેરમેન પદે અતુલ પંડીત તથા વાઇસ ચેરપર્સન તરીકે સંગીતાબેન છાયાની નિમણૂંક થઇ હતી તે પ્રસંગે સૌરાષ્ટ્ર ભાજપના અગ્રણી અને પ્રદેશ કારોબારી સભ્ય નીતિનભાઇ ભારદ્વાજ, ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શાસક નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર તથા શિક્ષણ સમિતિના નવનિયુકત સભ્યો વગેરેએ શિક્ષણ સમિતિના નવા સુકાનીઓ અતુલ પંડીત તથા સંગીતાબેન છાયાને શુભેચ્છા પાઠવી રહેલા દર્શાય છે. ઇન્સેટમાં ચેરમેન અતુલ પંડીત તથા વાઇસ ચેરપર્સન સંગીતાબેન છાયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:41 pm IST)