રાજકોટ
News of Thursday, 31st May 2018

સુથાર યુવાનની હત્યાના ૪ આરોપી ૪ દિવસ રિમાન્ડ પરઃ ડીસીપીએ કરી આગવી 'સરભરા'

પોલીસ કમિશ્નર કચેરીએ ચારેય ભાંભરડા નાંખી ગયા

રાજકોટઃ મોરબી રોડ જમુના પાર્કના ૨૦ વર્ષના સુથાર યુવાન કિશન ધીરૂભાઇ જાદવાણીની છરીનો છુટો ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં ચાર આરોપીઓ  ધર્મેશ ઉર્ફ ધમો બાબુભાઇ ભાલુ (સગર) (ઉ.૩૦-રહે. જીવનધારા સોસાયટી-૨ મોરબી રોડ), રાકેશ ઉર્ફ લાલો સુરેશભાઇ ગોહેલ (સગર) (ઉ.૨૮-રહે. મોરબી રોડ મહાશકિત પાર્ક), ધર્મેશ ઉર્ફ ધમો દેવાભાઇ ખીંટ (ભરવાડ) (ઉ.૨૬-રહે. રોહીદાસપરા-૧૨) અને રવિ લલીતભાઇ પરમાર (ઉ.૨૭-રહે. મોરબી રોડ શ્રી પાર્ક સોસાયટી)ને બી-ડિવીઝન પોલીસે દબોચી લીધા બાદ કોર્ટમાં રજૂ કરતાં ચાર દિવસના રિમાન્ડ મંજુર થયા છે. આજે પોલીસ કમિશ્નર કચેરી ખાતે આ ચારેયને લાવવામાં આવ્યા હતાં અને ડીસીપીશ્રીએ આગવી ઢબે પુછતાછ કરતાં ચારેય ભાંભરડા નાંખી ગયા હતાં. ધર્મેશ ઉર્ફ ધમો ભરવાડ અને રવિ પરમારની ઓળખ પરેડ કરવામાં આવી હતી. જેમાં બંનેને ઓળખી બતાવાયા હતાં. પી.આઇ. આર. એસ. ઠાકર, જે. પી. મેવાડા, જગેન્દ્રસિંહ, સી. જે. જાડેજા સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(4:24 pm IST)