રજવાડી મેળામાં શનિવારે ડાન્સ વોર - ફેશન શો
ઇ મેગા માર્ટ ઇન્ડિયા અને બીના ફેશન દ્વારા આયોજન : વિજેતાઓને સરપ્રાઇઝ ગીફટ
રાજકોટ તા. ૩૧ : રૈયા રોડ ઉપર મનોરંજનનો મહાસાગર ઘુઘવતા રજવાડી મેળામાં આગામી તા. ૨ ના શનિવારે ડાન્સ વોર અને ફેશન શો નું આયોજન કરાયુ છે.
ઇ મેગા માર્ટ ઈન્ડિયા અને બીના ફેશન દ્વારા આયોજીત આ કાર્યક્રમની વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે તા. ર જુનના શનિવારે સાંજે ૬.૩૦ વાગ્યાથી ડાન્સ વોર શરૂ થશે. જેમાં બાળકો અને મોટેરાઓ પણ ભાગ લેશે. એજ રીતે ફેશન શો નું પણ આયોજન કરાવમાં આવેલ છે. જેમાં ઇન્ડો વેસ્ટર્ન થીમ રાખવામાં આવી છે. વિજેતાઓને સરપ્રાઇઝ ભેટ અપાશે.
નિર્ણાયક તરીકે ભાવનીબેન ખખ્ખર, રૂત્વી છાગાણી, જીત જોષી, રવિરાજસિંહ રાજપુત સેવા આપશે.
મુખ્ય મહેમાન તરીકે મીસીસ ગુજરાત બ્યુટી કવીનમાં મીસ રાજકોટનો ખીતાબ મેળવનાર હેતલ ભંડેરી ઉપસ્થિત રહેશે. તેમજ હાસ્ય કલાકાર હરપાલસિંહ બારડ પણ ઉપસ્થિત રહી મનોરંજન પીરસશે.
સ્પર્ધકો માટે રૂ. ૩૦૦ ફી રાખવામાં આવી છે. સામે સ્યોર ગીફટની વ્યવસ્થા પણ છે.
તસ્વીરમાં આયોજનની વિગતો વર્ણવતા જીત ખખ્ખર, અક્ષીબા રાજપુત, હર્ષિલસિંહ રાજપુત, હેત્વી છાગાણી, મિતેષ છાગાણી, જીત જોષી, રવિરાજસિંહ રાજપુત, હરપાસિંહ બારડ, જેનીલસિંહ રાજપુત, રૂત્વી છાગાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)