રાજકોટ
News of Thursday, 31st May 2018

શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળામાં પ્રવેશ માટે ૮ જૂને ડ્રો

રાજકોટ,તા.૩૦: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્‍યમની શાળામાં પ્રવેશ માટે ડ્રોનું આયોજન તા.૮ જુનનાં સવારે ૯ કલાકે અરવિંદભાઇ મણિયાર હોલ, જયુબેલી બાગ ખાતે કરવામાં આવ્‍યુ છે.

આ અંગે શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્‍દ્રસિંહ ઠાકુરે જણાવ્‍યુ હતુ કે, શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્‍યમની રવિન્‍દ્રનાથ ટાગોર અને ડો.હોમિ જહાંગીર ભાભા પ્રાથમિક શાળામાં નર્સરીમાં ફોર્મ ભરેલ બાળકોના એડમીશન માટેનો ડ્રોનું આયોજન ઉપરોકત વિગત મુજબ કરવામાં આવ્‍યુ છે.જે બાળકોનાં ફોર્મ ભરેલ હોય તોએનાં વાલોઓએ ઉપસ્‍થિત રહેવા એક યાદીમાં જણાવાયુ છે.

(4:19 pm IST)