News of Thursday, 31st May 2018
છોકરાવની તકરારમાં ધમાલઃ ૩ મહિલાને ઇજા
રાજકોટઃ કોઠારીયા શિતળાધાર મફતીયાપરામાં રહેતી ભારતી વિક્રમ સોલંકી (દેવીપૂજક) (ઉ.૩૬) અને પડોશમાં રહેતી મુળ બિહારની રેશ્મા શિવકુમાર ચોૈધરી (ઉ.૩૫) તથા શોભના મનોજ ચોૈધરી (ઉ.૨૫) વચ્ચે લાકડી-ધોકાથી મારામારી થતાં ત્રણેયને ઇજા થતાં સિવિલમાં ખસેડાઇ હતી. ભારતીનો સાત વર્ષનો પુત્ર અને રેશ્માનો દસ વર્ષનો પુત્ર ઝઘડો કરતાં હોઇ તે બાબતે બોલાચાલી બાદ આ મહિલાઓ વચ્ચે ધોકા ઉલળ્યા હતાં. આ અંગે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.
(4:14 pm IST)