રાજકોટ
News of Thursday, 31st May 2018

વરસાદનું ટીપેટીપુ ઝિલવા આજી - રાંદરડા - અટલ સરોવર તૈયાર : જળસંચય અભિયાન પૂર્ણતાના આરે

રાજકોટ : ચોમાસા પહેલા રાજકોટથી આજી નદી, રાંદરડા તળાવ, રેસકોર્ષ-૨ અટલ સરોવર સહિતના ૪ જળાશયોને ઉંડા ઉતારવામાં આવી રહ્યા છે. જેનું કામ હવે પૂર્ણતાના આરે છે ત્‍યારે આગામી ચોમાસામાં વરસાદનું ટીપેટીપુ ઝીલી અને જબરજસ્‍ત જળસંચય થશે. જેનો લાભ શહેરીજનોને મળશે. તસ્‍વીરમાં રાંદરડા તળાવ ઉંડુ ઉતારવામાં આવ્‍યું તે દર્શાય છે. તેમજ તળાવ ઉંડુ ઉતારવામાં શ્રમદાન આપનાર ટ્રેકટર, જેસીબી, ટ્રકના ચાલકો અને શ્રમિકો દર્શાય છે. કયાં જળાશયમાં કેટલી માટીનું ખોદકામ થયું? કેટલો ખર્ચ થયો ? તથા સરકારે કેટલા રૂપિયા ખર્ચયા અને લોકભાગીદારીથી સંસ્‍થાઓએ કેટલો ખર્ચ આ જળ સંચય માટે આપ્‍યો ? અને હવે કેટલું કામ બાકી છે ? વગેરે વિગતો પણ અત્રે જાહેર કરાઇ છે જે આ મુજબ છે.

 

(4:10 pm IST)