રાજકોટ
News of Thursday, 31st May 2018

ધોળકીયાના વિદ્યાર્થીઓનું વિજય સરઘસ : ''આજ મે ઉપર આસમા નીચે'' : ''આજ મે આગે જમાના હે પીછે'' : ભાવવિભોર

બોર્ડમાં ફસ્ટ નંબરે બે સહિત ટોપ ટેનમાં અધધધ ૩૦ વિદ્યાર્થી ભાઇ-બહેનો ઝળકી ઉઠ્યા ... : શિક્ષકો-વાલીઓ-વિદ્યાર્થીઓ તથા ધોળકીયા બંધૂઓ ઝળહતી સફળતા બદલ હર્ષના અશ્રુ સાથે રડી પડ્યા : જબરૂ વિજય સરઘસ...

ધોળકિયા સ્કૂલ સુપર ડુપર સાબિત : ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં વધુ એક વખત ધોળકિયા સ્કૂલ ગ્રુપે ડંકો વગાડયો છે, બોર્ડમાં ટોપટેનમાં ૨૯ વિદ્યાર્થી ભાઇ-બહેનો ઝળકી ઉઠયા છે, તસ્વીરમાં વી ફોર વીકટરી સાથે મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કૃષ્ણકાંત ધોળકિયા, જીતુભાઇ ધોળકિયા, બોર્ડમાં ઝળકી ઉઠેલા વિદ્યાર્થીઓ નજરે પડે છે. અન્ય તસ્વીરમાં ડી.જે વીથ ડાન્સ સાથે વિજય સરઘસમાં ઝુમી ઉઠેલા શિક્ષકો-સેંકડો વિદ્યાર્થીઓ-વાલીઓ નજરે પડે છે. પોતાના સંતાનની ઝળહળતી સફળતા નિહાળી આ તકે મા-બાપ શિક્ષકો-કૃષ્ણકાંત ધોળકિયા ભાવવિભોર બની ગયા હતા.(તસ્વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ, તા. ૩૧ : આજે ધો. ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ હતું તેમાં વધુ એક વખત ગુજરાતની નંબરવન રાજકોટના ધોળકીયા સ્કૂલ ગ્રૃપે મેદાન મારી દીધુ છે, આજે બહાર પડેલા પરીણામમાં ધોળકીયા સ્કુલના બે વિદ્યાર્થી ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ ફર્સ્ટ તો બોર્ડ ટોપ ટેનમાં કુલ ૩૦ વિદ્યાર્થીઓ ઝળકી ઉઠ્યા હતા, અને એ-૧ ગ્રેડમાં ૩૪ બાળકોએ મેદાન માર્યુ હતું.

આજે યુનિ. રોડ ધોળકીયા સ્કુલ્સ ખાતે મેગા વિજય સરઘસ ફટાકડાના ધૂમ ધડાકા-ઢોલ-નગારાના નાદ સાથે કાઢવામાં આવ્યું ત્યારે શિક્ષકો-તમામ માતા-પિતા સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કૃષ્ણકાંત ધોળકીયા-જીતુભાઇ- જીતુભાઇ ધોળકીયા ભાવ વિભોર બની ગયા હતા. તમામની આંખમાંથી હર્ષના અશ્રુ વહેવા લાગ્યા હતા.

સ્કૂલની એક યાદી મુજબ આજે ડીજે વીથ વિજય ડાન્સમાં વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ''આજ મે ઉપર આસમા નીચે- આજ મે આગે જમાના હે પીછે'' એ ગીત ઉપર ઝુમી ઉઠી વાતાવરણ ગજવી મુકયુ હતું, સફળતાને વરેલા વિદ્યાર્થી ભાઇ-બહેનોએ શિક્ષકો-માતા-પિતાનું માર્ગદર્શન-સચોટ પધ્ધતિ- નિમય મુજબ વાંચન-સતત લેવાતી પરિક્ષાને કારણભુત ગણાવી. સી.એ. અથવા સી.એમ. થવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો, અને ધોળકિયા બંધુઓના આર્શિવાદ મેળવ્યા હતા, વિજય સરઘસ અંગે મેનેજમેન્ટના નિષ્ણાંત શ્રી ગજેન્દ્ર ગોકાણી તથા સ્ટાફે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી હતી.

(4:09 pm IST)