રાજકોટ પૂર્વ સ્પેશ્યલ કમિશનર ખુર્શીદ અહેમદ અને રાજકોટના પૂર્વ રેન્જ વડા સંદીપ સિંહ પ્રતિષ્ઠિત એવોર્ડથી વિભુષિત
રાજકોટ તા.૩૦: રાજય પોલીસ તંત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવનારા ટોપ ટુ બોટમ ૧૧૦ અધિકારીઓને ડીજીપી કમાન્ડેશન ડિસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તેમાં રાજય પોલિસ તંત્રના સિનિયર અને કાર્યદક્ષ એવા રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર અને હાલ એડી.ડીજી પોલીસ આધુનિકરણ અને પ્લાનિંગ શ્રી ખુર્શીદ અહેમદ તથા રાજકોટના પૂર્વ રેન્જ વડા અને હાલ બરોડા રેન્જ આઇજી તરીકે ફરજ બજાવતા સંદીપસિંહનો સમાવેશ થતા બન્નેના વિશાળ શુભેચ્છક વર્ગમાં હર્ષ ફેલાવા સાથે અભિનંદનના વાયરા વાય રહયા છે.
ઉકત બન્ને આઇપીએસ રાજકોટ શહેર અને રાજકોટ રેન્જ અર્થાત ઊતર સૌરાષ્ટ્ર જેવા વિશાળ કાર્યક્ષેત્રમાં ફરજ બજાવવા છતા બિનવિવાદી રહયા હતા. ઉકત અધિકારીઓના અનુભવ આધારે તાબાના અધિકારીઓ દ્વારા પડકારજનક કેસો ઉકેલવામાં ખૂબ મોટી સફળતા મળવા સાથે પોલીસ સ્ટાફ તથા તેમના પરિવારના કલ્યાણ માટે ખૂબ ઉમદા સ્વભાવ ધરાવતા આ બન્ને અધિકારીઓ દ્વારા થયા હતા.