રાજકોટ
News of Tuesday, 30th November 2021

મવડી રોડ પર ૧૪૬ સ્થળોએથી દબાણો હટાવતુ મનપા

ર ચો.ફૂટ થી ૧પ ચો.ફૂટ સુધીની જગ્યામાં ખડકાયેલા છાપરા, ઓટલા, રેલીંગ દુર કરી ર૦૪પ ચો.ફુટ માર્જીંગ-પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવાઇ

રાજકોટ, તા. ૩૦ :  મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં. ૧૧, ૧રમાં સમાવિષ્ટ મવડી રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણો/ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલીશન હાથ ધરી અંદાજે ર૦૪પ ચો.ફૂટ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે.

આ અંગે મનપાની ટાઉન પ્લાનીંગ શાખાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ કમિ. અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કીંગની સમસ્યાને અંતર્ગત કમિ. દ્વારા રજૂ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના મવડી રોડ પરના પાર્કીંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતો થયેલ દબાણો, ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડીમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જેમાં રામ સ્કવેર કોમ્પલેક્ષ, સંસ્કાર સીટી સામે, જય ખોડીયાર કોમ્પલેક્ષ, સંસ્કાર સીટી સામે, જય ખોડીયાર કોમ્પલેક્ષ, સંસ્કાર સીટી સામે, મવડી - પાળ રોડ, રાજકોટ, શ્રી રાધા કૃષ્ણ એપાર્ટમેન્ટ, શ્રી હરીદર્શન વિદ્યા સંકુલ, સામે મવડી-પાળ રોડ, તથા શિવ ફેબ્રિકેશન સામે, નવસર્જન કોમ્પલેક્ષ, મારૂતિ પંચર અને બોરડીટી સ્ટોલ, પ્રણામ ઓટો, મુરલીધર હોટેલ, વ્રજ વિહાર એપાર્ટમેન્ટ, સહિતના ૧૪૩ સ્થળોએથી ર ચો. મી. થી ૧પ ચો. મી. સુધીના છાપરા, ઓટલા, રેલીંગ, કિઓસ્કના દબાણો દુર કરી ર૦૪પ ચો. ફુટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.

આ કામગીરીમાં વેસ્ટ ઝોનના ડેપ્યુટી કમિ. ટાઉન પ્લાનીંગ ઓફીસર, સીટી એન્જીનીયર, વેસ્ટ ઝોન તેમજ વેસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(3:47 pm IST)