રાજકોટ
News of Tuesday, 30th November 2021

કોરોના સહાયઃ ઓનલાઇન અરજી સંદર્ભે ડે.કલેકટર તથા મામલતદારને તાકિદે ગાંધીનગર બોલાવાયા : મીટીંગ

કલેકટર કચેરીમાં રોજેરોજ ધસારાઃ રાહત કમિશ્નર દ્વારા મહત્વનો નિર્ણયો અપાશે : આજ સૂધીમાં રાજકોટ શહેર-જીલ્લામાં ૪૦૦ને પ૦ હજારની સહાય ચૂકવાઇ...

રાજકોટ તા.૩૦ : રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાથી પ૦ હજારની સહાય ચૂકવાઇ રહી છે, આજ સુધીમાં રાજકોટ શહેર-જીલ્લામાં ૪૦૦ થી વધૂ લોકોને પ૦-પ૦ હજારની સહાય ચૂકવાઇ ગઇ છે.

દરમિયાન લોકોને ધકકા ન થાય અને સહાયની અરજી તાબડતોબ મંજુર થાય તે સંર્દભે આજે રાહત કમીશ્નર શ્રી આદ્રાએ બપોરબાદ ગાંધીનગર ખાતે ઓનલાઇન કોરોના સહાય પોર્ટલ અંગે ખાસ મીટીંગ બોલાવી છે, જેમાં રાજકોટ રૂરલ પ્રાંત શ્રી વિરેન્દ્ર દેસાઇ, ડીઝાસ્ટર મામલતદાર શ્રી ગોઠી, નાયબ મામલતદાર શ્રી નીખીલ ગોહેલને ગાંધીનગર બોલાવતા તેઓ ત્રણેય ગાંધીનગર દોડી ગયા છે.

બપોર બાદની મીટીંગમાં રાહત કમિશ્નર દ્વારા કોરોના સહાય અંગે લેવાયેલ મહત્વના નવા નિર્ણયો અંગે ખાસ જાણકારી આપશે.

(3:07 pm IST)