News of Monday, 30th November 2020
રાજકોટમાં પોલીસને શુરાતન ચડ્યું: શાકભાજીને પગેથી લાત મારી ફગાવ્યા :વિડિઓ વાયરલ : બકાલીઓ પરેશાન
જ્યુબિલી શાક માર્કેટ બહાર રોડ પર બેઠેલા શાકભાજી વાળાના શાક પોલીસે ઉલાળ્યા
રાજકોટ : રાજકોટમાં શાકભાજી વેચનારા પર એક પોલીસે તવાઈ બોલાવી હતી, રસ્તા પર બેસીને શાક વેચનારને ભગાડવા માટે આ પોલીસ જવાને રીતસર વિવેકભાન ભૂલ્યા હતા આ પોલીસનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે
જ્યુબિલી શાક માર્કેટ બહાર શાકભાજી વેચનારા પર પોલીસે રીતસરતૂટી પડ્યા હતા શાકભાજી વાળાને ભગાડવા માટે આ પોલીસ જવાન શાકને પગેથી લાત મારતો પણ નજરે પડે છે આ બનાવથી શાકભાજી વાળા રીતસરના પરેશાન થયા છે જોકે આ વિડિઓ વ્યારાલ થયા બાદ લોકોમાં પણ તરેહ તરેહના અભિપ્રાયો અને ચર્ચાએ જોર પકડ્યું છે
(8:50 pm IST)