રાજકોટ
News of Monday, 30th November 2020

આરોગ્ય શાખા દ્વારા રેસ્ટોરન્ટ- હોટલ- મોલમાં ચેકીંગ

રાજકોટ તા. ૩૦ : કોરોના સંક્રમણ રોકવા આજથી દરરોજ બે વોર્ડમાં હોટલ-રેસ્ટોરન્ટ વગેરેમાં કોવિડ-૧૯ ગાઇડ લાઇનના પાલન ત્થા કોરોના સહીતની બાબતોનું રેમ્ડલ ચેકીંગ શરૂ કરી દેવાયુંછે.

આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ આજે વોર્ડ નં .૯ અને ૧૦માં બે ટીમ દ્વારા રેસ્ટોન્ટ-હોટલ, મોલ વગેરેમાં સોશ્યલ ડીસ્ટન્શીંગ, સેનેટાઇઝેશન, પ૦ ટકા ક્ષમતા, સ્ટાફનું થર્મલ સ્ક્રેનીંગ, ઓકસીઝન વગેરે સહીતનું કડક ચેકીંગ શરૂ કરાયું હતું.આ પ્રકારે દરરોજ બે વોર્ડમાં ચેકીંગ ઝૂંબેશ શરૂ થશે.

(3:41 pm IST)