રાજકોટ
News of Monday, 30th November 2020

ટ્રીન... ટ્રીન... લેન્ડલાઇનનો પણ એક સમયે જમાનો હતો

સ્માર્ટફોનનો વિકલ્પ આવવાથી લેન્ડલાઇનની સંખ્યામાં થયો ધરખમ ઘટાડો : લેન્ડલાઇન ઘટાડાની સામે સ્માર્ટફોનની સંખ્યા જવાબદાર છે લોકો સ્માર્ટફોનના વિકલ્પને વધુ પસંદ કરવાથી લેંડલાઇનની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે

રાજકોટ : એક જમાનો હતો કે જયારે લોકો એકબીજા સાથે વાત કરવા માટે ફોન કરતાં અને તમને યાદ હશે કે પહેલાના ફોન પણ કેવા હતા અત્યારે જે રીતે ટચ કરવાથી ફોન થાય તેવું નહતું નંબર ડાયલ કરવા કેટલા ચક્કર લગાડવા પડતાં અને એવો પણ સમય હતો કે દરેકના ઘરે ફોન ન હતા ત્યારે બીજાના ઘરના નંબર આપીને આવતા જેમાં PH. NO. લખાતું બીજાના ઘરે ફોન આવે ત્યારે જો પાડોશમાંથી એકના ઘરે ફોન હોય તો તો લાઇનમાં ઊભા રહેવું પડતું. પછી એસટીડી,પીસીઓનો જમાનો આવ્યો અને ત્યારબાદ તો પેલા કોઈન વાળા ફોન આવ્યા જેમાં પણ લાઇનમાં વારો આવતો. હવે આ ફોનની હાલત શું થઈ છે તેનો અંદાજ તમે બીએસએનએલના લેંડલાઇનની સ્થિતિ જોઈને લગાવી શકો છો. અત્યારે લેંડલાઇનના કનેકશનની સંખ્યા ખૂબ ઓછી થવા લાગી છે.

નિષ્ણાતો જણાવે છે કે લેંડલાઇનની ઘટતી સંખ્યા પાછળ સ્માર્ટ ફોનની વધતી માંગ છે. મોબાઈલ આવવાથી લોકો સ્માર્ટ બન્યા છે. પરંતુ લેંડલાઇનને ખૂબ મોટો ધક્કો લાગ્યો છે. લોકો લેંડલાઇન માં એક જ જગ્યાએ રહીને વાત કરી શકતા અને હવે સ્માર્ટ ફોનના આવવાથી લોકો હરતા ફરતા ગમે ત્યાં હોય તથી ફોનમાં વાત કરી શકે છે જેથી સગવળતા ખૂબ વધી છે.

વર્ષ ૨૦૧૬માં લેંડલાઇનની સંખ્યા એક કરોડ ૪૭ લાખ ૬૨ હજાર ૩૭૦ હતી જે હવે ઘટીને ૮૦ લાખની આસપાસ થઈ છે જેથી આ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, જેવા રાજયોમાં લેંડલાઇનની ઘટતી સંખ્યા મુદ્દે લોકસભામાં સવાલ કરાયા હતા, જામનગર તરફથી સાંસદ પુનમ માડમેલોકસભામાં સવાલ ઉઠાવ્યો હતો.

ત્યારે બીએસએનએલના અધિકારીઓએ તરફથી આ આંકડા સામે આવ્યા હતા અને તેમણે સામે કારણ એવું દર્શાવ્યું છે કે સ્માર્ટફોનના આવવાથી લોકો લેંડલાઇન વાપરતા ઓછા થયા છે.

વર્ષ  લેંડલાઇન

૨૦૧૬ ૧૪૭૬૨૩૭૦

૨૦૧૭ ૧૩૬૮૮૯૬૪

૨૦૧૮ ૧૨૨૫૬૧૫૨

૨૦૧૯ ૧૧૧૬૭૬૭૯

૨૦૨૦ ૮૦૨૦૭૭૦

( ૩૧ માર્ચ સુધીના આંકડા)

(3:39 pm IST)