રાજકોટ
News of Monday, 30th November 2020

જુનાગઢમાં હિટ એન્ડ રનઃ ચોબારી ગામના બાબુભાઇ રાઠોડનું મોત

બૂટ પોલીશના થડે આવ્યા ત્યારે બનાવઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૩૦: જુનાગઢના ચોબારી ગામે રહેતાં અને જુનાગઢમાં બૂટ પોલીશ કરી ગુજરાન ચલાવતાં બાબુભાઇ ડાયાભાઇ રાઠોડ (ઉ.વ.૬૫) નામના વૃધ્ધ ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે જુનાગઢ બસ સ્ટેશન સુનિલ ગેસ્ટ હાઉસ પાસે પોતાના બૂટ પોલીશના થડે ધંધા માટે પગપાળા જઇ રહ્યા હતાં ત્યારે અજાણ્યો વાહન ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જુનાગઢ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. અકસ્માત કોઇ બાઇક ચાલકે સર્જયો હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. હિટ એન્ડ રનની આ ઘટનામાં તપાસ થઇ રહી છે.

(12:48 pm IST)