રાજકોટ
News of Monday, 30th November 2020

ઠંડીથી પાઇપ લાઇનો તુટવાનું શરૂ....

મોચી બજારમાં મુખ્ય પાઇપલાઇન તુટીઃ રપ વિસ્તારોમાં પાણી ન મળ્યુઃ દેકારો

જયુબેલી પમ્પીંગ સ્ટેશનથી જંકશન તરફ જતી પાઇપ લાઇન એર લોકીંગથી સવારે તુટી જતાં વોર્ડ નં. ર અને ૩નાં શ્રોફ રોડ, કસ્તુરબા રોડ, જંકશન પ્લોટ, શાસ્ત્રીનગર, રૂખડીયા, ગાયકવાડી, નરસંગપરા, સીંધી કોલોની સહિતનાં વિસ્તારોમાં ૭ કલાકથી વધુ પાણી મોડુ થશેઃ તાબડતોબ રીપેરીંગ શરૂ

ખટારા સ્ટેન્ડમાં આજે ૩૦૦ એમ. એલ. ની મુખ્ય પાઇપ લાઇન તુટયા બાદ તાબડતોબ રીપેરીંગ શરૂ કરાયેલ તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦ :.. ઠંડીની શરૂઆત થઇ છે ત્યારે હવે જૂની પાઇપ લાઇનોને ઠંડીને અસર થતાં એર લોકીંગની સમસ્યા પણ થવા લાગી છે અને તેના કારણે નબળા પડેલા જોઇન્ટ તુટી જાય છે. આજ પ્રકારે સવારે મોચી બજાર ખટારા સ્ટેન્ડ પાસે ૩૦૦ એમ. એલ. ડાયામીટરની મુખ્ય ડીસ્ટ્રીબ્યુશન પાઇપ લાઇન તુટતાં વોર્ડ નં. ર અને ત્રણનાં રપ થી વધુ વિસ્તારોમાં પાણી નહીં મળતાં ભરશિયાળે પાણીનો જબરો દેકારો બોલી ગયો હતો. જો કે મ.ન.પા.નાં વોટર વર્કસ વિભાગે તાબડતોબ રીપેરીંગ  શરૂ કરી દીધુ હતું. પરંતુ આમ છતાં ૭ કલાકથી વધુ વિલંબ પાણી વિતરણમાં થઇ જશે તેમ ઇજનેરોએ જણાવ્યું હતું.

આ અંગે મ.ન.પા.ના ઇજનેરોનાં જણાવ્યા મુજબ સર્વે  જયુબિલી હેડવકર્સ થી જંકશનતરફ જતા વોર્ડ નં. ૩ ખટારા સ્ટેન્ડ ચોક, આઈ પી મિશન સ્કૂલ પાસે ૩૦૦ મિમી ડાયા એ સી પાઇપલાઇન લીકેજ થયેલ હોય પાણી વિતરણ સપ્લાય જયુબિલિ હેડવકર્સ થી બંધ કરાવેલ છે. જેથી વોર્ડ નં. ૩ (પાર્ટ) તથા વોર્ડ નં.૨માં ં પાઈપલાઈન રીપેરીંગ થયા બાદ પાણી વિતરણ કરી શકાશે.

વોર્ડ નં. ૩ માં ખટારા સ્ટેન્ડ ચોકમાં ૩૦૦ મિમી ડાયા પાઈપલાઈન લીકેજ થયેલ હોય જયુબિલી હેડવકર્સથી વિતરણ થતા જકશન સાઈડના વિસ્તારોમાં (જેવા કે જકશન પ્લોટ, રેફ્યુજી કોલોની, હંસરાજનગર, લાલબહાદુર શાસ્ત્રી, કૈલાસવાળી, સીધી કોલોની, કિટીપરા, જકશન કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી,કોઠી કમ્પાઉન્ડ, રૂખડીયા પરા, નારસંગપરા,ભીસ્તી વાડ, ગાયકવાડી, પરસાણાનગર,ટોપખાના,વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ પાઈપલાઈન રીપેરીંગ થયા બાદ કરી શકાશે સવારે ૬ વાગ્યાથી વિતરણ બંધ છે ૨ વાગ્યા બાદ પાણી શરૂ થશે ૮ કલાક જેવું મોડું વિતરણ થશે.

ઉપરાંત ગણાત્રાવાડી,શ્રોફ રોડ વિસ્તાર , જામ ટાવર રોડ વિસ્તાર , સરકારી કવાટર્સ , પ્રેસ રોડ , હરિલાલ ગોસલીયા માર્ગ વિસ્તાર , ચૌધરી હાઈસ્કૂલ ચોક વિસ્તાર, કસ્તુરબા રોડ ઉપર આવતા વિસ્તારો કે જે વોર્ડ નં.૨ના વિસ્તારો છે. ત્યાં પાણી નહીં મળતાં ૭ થી ૮ કલાક મોડુ વિતરણ થશે.

આમ આજે ઉકત બે વોર્ડમાં સવારથી પાણી નહીં આવતા જબરો દેકારો બોલી ગયો હતો. 

(3:03 pm IST)