રાજકોટ
News of Friday, 30th November 2018

જાન્યુઆરીમાં રાજકોટ માર્કેટ યાર્ડના પ્રમુખ - ઉપપ્રમુખની યોજાશે ચૂંટણી

બંને હોદેદારો રિપીટ થાય તેવી પુરેપુરી સંભાવના

રાજકોટ પડધરી અને લોધીકા સહિતના ત્રણ તાલુકાના 180 ગામોના કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ યાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી બે મહિનામા પુર્ણ થઈ રહી છે.  

  આગામી જાન્યુઆરી માસમા બંને હોદ્દેદારોની ટર્મ પુરી થઈ રહી છે.ત્યારે આ મામલે ચૂંટણી યોજાનાર હોવાનું માર્કેટ યાર્ડના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ મામલે અત્યારથી જ રાજકારણ શરૂ થઈ ગયુ હોવાનુ જાણવા મળ્યુ છે.

  નવા હોદ્દેદારોની નિમણુંક અંગેની ચૂંટણી માટે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એજન્ડા પ્રસિધ્ધ કરવામા આવશે. જે મામલે બોર્ડ આેફ ડાયરેકટર્સની એક બેઠક બોલાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

 યાર્ડના સુત્રો મુજબ જાન્યુઆરીમા યોજાનાર ચૂંટણીમા ફરી ડિ.કે.સખીયા અને હરદેવસિંહ જાડેજા રિપીટ થાય તેવી પુરેપુરી સંભાવના છે. ત્યારે ચૂંટણીની પ્રક્રિયા માત્ર ઔપચારિકતા બની રહે તેવુ પણ સાંભળવા મળી રહ્યુ છે.

(12:11 am IST)