રાજકોટ
News of Friday, 30th October 2020

કોઠારીયાના બુટલેગર મયુર બગથરીયાને પાસામાં ધકેલાયો

આજીડેમ પીઆઇ વી. જે. ચાવડા અને ટીમે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૩૦: પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે વધુ એક બુટલેગરને પાસામાં ધકેલી દીધો છે. કોઠારીયા ગામના ચોરા પાસે સુતારવાળી શેરીમાં રહેતાં મયુર બળવંતભાઇ બગથરીયા (ઉ.વ.૩૨)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર કરી તેને વડોદરા જેલહવાલે કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં આજીડેમ પીઆઇ વી. જે. ચાવડા, પીસીબી ઇ. પીઆઇ બી.આર. ડાંગર, પીએસઆઇ એમ. એમ. ઝાલા, એએસઆઇ જાવેદહુશેન રિઝવી, સ્મિતભાઇ, રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરીએ વોરન્ટની બજવણી કરી હતી.

(3:49 pm IST)