રાજકોટ
News of Friday, 30th October 2020

જંગલેશ્વરના બસીર ઉર્ફ કાળો જેસાણીને પાસા તળે વડોદરા જેલમાં ધકેલી દેવાયો

જુગારધામ ચલાવતાં પકડાયો હતોઃ નવા કાયદા મુજબ વોરન્ટ ઇશ્યુ થતાં ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમે બજવણી કરી

રાજકોટ તા. ૩૦: જુદા-જુદા ગુનામાં સંડોવાયેલા શખ્સોને પાસામાં ધકેલવાની કાર્યવાહી અંતર્ગત પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે.

જંગલેશ્વર-૨૮માં રહેતાં બસીર ઉર્ફ કાળો હુશેનભાઇ જેસાણી (ઉ.વ.૩૮) વિરૂધ્ધ  અગાઉ જૂગાર રમાડવાનો ગુનો નોંધાયો હતો. નવા કાયદા હેઠળ જૂગારધામ ચલાવતાં પકડાયેલા શખ્સોને પણ પાસા તળે જેલમાં ધકેલી શકાતાં હોઇ આ શખ્સને પાસામાં ધકેલવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. જે પોલીસ કમિશનરશ્રીએ મંજુર કરી વડોદરા જેલમાં તેને ધકેલવા આદેશ કર્યો હતો.

ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જે. ડી. ઝાલા, પીસીબી પીઆઇ એન. કે. જાડેજા, પીએસઆઇ જે. બી. પટેલ, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, ભાવેશભાઇ મકવાણા, હોમગાર્ડ હાર્દિક પીપળીયા, પીસીબીના રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ રાવલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામી સહિતની ટીમે વોરન્ટ બજવણીની કાર્યવાહી કરી હતી.

(3:20 pm IST)