રાજકોટ
News of Friday, 30th October 2020

હજ્જારો-લાખો રૂપિયાની ફેલોશીપ મેળવો અને વિવિધ ક્ષેત્રે સંશોધન કરો

એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિષયો, સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રો તથા ફુડ સાયન્સ એન્ડ ટેકનોલોજી સંદર્ભે સ્ટુડન્ટસ તથા ફેકલ્ટીઝ માટે રીસર્ચ કરવાની તક. : IIT, SERB તથા DRDO દ્વારા અપાતી સ્કોલરશીપ

રાજકોટ તા.૩૦ : મહેનત સાથે મેળવેલું શિક્ષણ તથા ખંત અને ધીરજથી કરેલું સંશોધન ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં ઉપયોગી સાબિત થાય છે. ઉચ્ચ શિક્ષણ તથા જ્ઞાન થકી સમગ્ર વિશ્વમાં માનભર્યું સ્થાન મેળવી શકાય છે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલ નવી શિક્ષણનીતિમાં પણ સંશોધનને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. હાલમાં સંશોધન કરવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા ઉપયોગ ફેલોશીપ પણ આપવામાં આવી રહી છે. IIT દિલ્હી, સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ રીસર્ચ બોર્ડ તથા DRDO દ્વારા સ્કોલરશીપ અપાઇ રહી છે. તમામ ઉપર એક નજર કરીએ તો...

 IIT દિલ્હી પોસ્ટ ડોકટરલ ફેલોશીપ ર૦ર૦ અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી દિલ્હી દ્વારા પી.એચ.ડી.ડીગ્રી ધારક ભારતીય નાગરીક, જે ઉમેદવારો વિદેશમાં સંશોધન કાર્ય સાથે જોડાયેલ છે. અથવા જે વિદેશી નાગરિક ભારતીય મૂળના હોય તેઓ માટે પોસ્ટ ડોકટરલ ફેલોશીપ માટે અરજી મંગાવવામાં આવી છે. આ ફેલોશીપ અંતર્ગત એપ્લાઇડ સાયન્સ તથા ટેકનોલોજી સાથે સંબંધિત વિષયોમાં સંશોધન કરવાની તક મળશે.

-અરજી કરવા માટેની પાત્રતા

એપ્લાઇડ મિકેનિકસ, બાયોમેડીકલ એન્જીનીયરીંગ અને બાયોટેનોલોજી, કેમિકલ એન્જીનીયરીંગ, કેમેસ્ટ્રી, સિવિલ  એન્જીનીયરીંગ, કમ્પ્યુટર સાયન્સ એન્જીનીયરીંગ, ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ, હ્યુમેનિટીઝ એન્ડ સોશ્યલ સાયન્સીઝ મેનેજમેન્ટ સ્ટડીઝ, મેથેમેટીકસ, મિકેનિકલ એન્જીનીયરીંગ, ફીઝીકસ તથા ટેક્ષ્ટાઇલ ટેકનોલોજીમાં પી.એચ.ડી. થયેલા ઉમેદવારો અરજી પાત્ર છે. અરજી કરનાર મહિલા ઉમેદવારોની ઉંમર ૩પ વર્ષ તથા પુરૂષ ઉમેદવારોની ઉંમર ૩ર વર્ષથી વધુ ન હોવી જોઇએ પસંદ થનાર ઉમેદવારને માસિક ૬૦ હજાર રૂપિયા, હાઉસ (હોમ) એલાઉન્સ તથા અન્ય લાભો મળવા પાત્ર થશે. આખા વર્ષ દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકાય છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila /IID3

  સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ રીસર્ચ બોર્ડ (SERB) દ્વારા ઇન્સ્પાયર ફેકલ્ટી અને રામાનુજન ફેલોઝની આયોજના અંતર્ગત અરજી મંગાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત યુવા વૈજ્ઞાનિકોને સાયન્સ અને ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોના સંશોધન સંબંધિત કારકિર્દી બનાવવા માટે પ વર્ષ માટે સંશોધન કાર્ય કરવાનો મોકો મળશે.

-અરજી કરવા માટેની પાત્રતા

ઇનોવેશન ઇન સાયન્સ પસ્ર્યુટ ફોર ઇન્સ્પાયર્ડ રીસર્ચ (ઇન્સ્પાયર ફેકલ્ટી) અને રામાનુજન ફેલોઝ કે જેઓ ૪૦ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા હોય તેઓ આખા વર્ષ દરમ્યાન અરજી કરી શકે છે. પસંદ થનાર ઉમેદવારને પાંચ વર્ષ માટે અન્ય લાભો સાથે માસિક ૧ લાખ ર૦ હજાર રૂપિયા મળવાપાત્ર થશે. સંશોધન કાર્ય હેતુ માટે પ્રતિ વર્ષ ૭ લાખ રૂપિયા તથા પ્રતિ વર્ષ ૧ લાખ રૂપિયા અન્ય ખર્ચ માટે પ્રાપ્ત થશે.

ઓનલાઇન સિવાય પોસ્ટ દ્વારા પણ આપેલ સરનામા ઉપર અરજી કરી શકાય છે. સરનામું: ડો.એસ.વી. પ્રસન્ના, મેમ્બર સેક્રેટરી SRS, સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ રીસર્ચ બોર્ડ, પ તથા ૫A, લોઅર ગ્રાઉન્ડ ફલોર, વસંત સ્કવેર મોલ, સેકટર-બી, પોકેટ-પ, વસંતકુંજ, નવી દિલ્હી-૧૧૦૦૭૦

-અરજી કરવા માટેની લીંક

www.b4S.in/akila/SRS3

 DRDO જુનિયર રીસર્ચ ફેલોશીપ (JRF) ર૦ર૦ અંતર્ગત રક્ષા ખાદ્ય અનુસંધાન પ્રયોગશાળા મૈસૂર માઇક્રોબાયોલોજી, (સૂક્ષ્મ-જૈવિકી), ખાદ્ય વિજ્ઞાન/ખાદ્ય વિજ્ઞાન તથા પોષાઆહાર (ફુડ સાયન્સ એન્ડ ટેકનોલોજી), ખાદ્ય પ્રૌદ્યોગિકી જેવા ક્ષેત્રોમાં કામ કરતા જુનિયર સંશોધકો માટે આ શિષ્યવૃતિ આપવામાં આવી રહી છે.

-અરજી કરવા માટેની પાત્રતા

પ્રથમ વર્ગ સાથે M.Sc. (એમ. એસ. સી.) ની ડીગ્રી ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓએ JRF (જુનીયર રીસર્ચ ફેલોશીપ) માં NET-નેટ અથવા GATE-ગેટ પાસ કરેલ હોય અને ઇન્ટરવ્યુની તારીખના રોજ જેઓની ઉંમર ર૮ વર્ષથી ઓછી હોય તેઓ આ ફેલોશીપ માટે અરજી પાત્ર છે. પસંદ થનાર ઉમેદવારોને HRA- એચ.આર.એ. સાથે માસિક ૩૧ હજાર રૂપિયા મળશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩/૧૧/ર૦ર૦ છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/ akila DJR3

ઉચ્ચ ગુણવત્તાયુકત તથા સમાજોપયોગી સંશોધન કરીને ઉત્કૃષ્ટ કારકિર્દી બનાવવાની તક આવી છે ત્યારે યોગ્ય લાયકાત, આત્મવિશ્વાસ, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્દીથી અરજી કરી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(2:49 pm IST)