રાજકોટ
News of Friday, 30th October 2020

લલુડી વોકરી પાસે ઓરડીમાંથી દારૂની ૧પ બોટલ કબ્જે

રાજેશ સાકરીયાની શોધખોળ

રાજકોટ, તા. ૩૦ : લલુડી વોકરી ધોબી ચોક પાસે ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઓરડીમાંથી દારૂની ૧પ બોટલ કબ્જે કરી હતી.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.બી. પટેલ, હેડ કોન્સ. મનરૂપગીરી, હીરેનભાઇ, સલીમભાઇ, ભાવેશભાઇ, દિવ્યરાજસિંહ, વાલજીભાઇ, મૈસુરભાઇ, મનીષભાઇ, હિતેન્દ્રસિંહ તથા રણજીતસિંહ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે કોન્સ. વાલજીભાઇ અને દિવ્યરાજસિંહને મળેલી બાતમીના આધારે લલુડી વોકરી ધોબી ચોક પાસે આવેલી ઓરડીમાંથી રૂ. ૭પ૦૦૦ની કિંમતની દારૂની ૧પ બોટલ કબ્જે કરી હતી.

આ દારૂનો જથ્થો રાજેશ ખીમજીભાઇ સાકરીયા (રહે. લલુડી વોકરી શેરી નં.૧)નું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.

(2:45 pm IST)