રાજકોટ
News of Friday, 30th October 2020

દેવપરામાં આશરફ ઉર્ફે ડાલાના સર્વિસ સ્ટેશનમાં જુગાર રમતા ૮ ઝડપાયા

ગેરેજ-માલીક અશરફ, ઓસમાણ, હારૂન, કાદર, મામદ, ગની, આરીફ ઉર્ફે ભોલાબાપુ અને મહંમદ હુશેનની ધરપકડઃ જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ

રાજકોટ તા. ૩૦ : શહેરના દેવપરા પાછળ પ્રણામી ચોક પાસે આવેલા શાહુવાઝ સર્વિસ સેન્ટરમાં ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ દેવપરા પાછળ પ્રમાણી ચોક પાસે આવેલા શાહબાઝ સર્વિસ સ્ટેશનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના ભકિતનગર પોલીસ મથકના કોન્સ રણછોડભાઇ ધુધલ અને અક્ષયભાઇને મળતા પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.એન.જાડેજા, એ.એસ.આઇ.ભરતસિંહ સોલંકી, કોન્સ રણછોડભાઇ, અક્ષયભાઇ તથા ટી.આર.બી. નીલેશભાઇ મકવાણા સહિતે દરોડો પાડી શાહબાઝ સર્વિસ સેન્ટરનામના ગેરેજમાં દરોડો પાડી જુગાર રમતા ગેરજ માલીક અશરફ ઉર્ફે ડાલો હુશેનભાઇ જેસાણી (ઉ.૪૦) (રહે. જંગલેશ્વર શેરી નં.ર), તથા શીયાણીનગર શેરી નં.૧ના ઓસમાણ ઇબ્રાહીમભાઇ મારકીયા (ઉ.ર૮) અંકુર સોસાયટી શેરી નં.૩ ના હારૂન સતારભાઇ લીંગડીયા, (ઉ.૪પ) લેઉવા પટેલ સોસાયટી શેરી નં. ર ના કાદર સતારભાઇ અંસારી(ઉ.૪પ) બેડીપરા સુગરવાળા મીલ પાસેના મામલ અલ્લારખાભાઇ ઠેબા (ઉ.પ૮) જંગલેશ્વર તવક્કલ ચોક પાસે રહેતા ગની અબ્દુલભાઇ મોદન (ઉ.૪૪), જંગલેશ્વર શેરી નં.ર૯ના આરીફ ઉર્ફે ભોલાબાપુ અમીરમીયા પીરજાદા (ઉ.૩૦) અને જંગલેશ્વર શેરી નં.ર મહંમદ હુસેન હાસમભાઇ કરગથરા (ઉ.પ૪) ને પકડી લઇ રૂ.૧ર૦૦૦ ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી તેમજ તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

વરલી ફીચરનો જુગાર રમાડતો રહીમ પકડાયો

જંગલેશ્વર શેરી નં.રર સામે પીએસઆઇ જે.બી.પટેલ, હેડ કોન્સ મનરૂપગીરી, હીરેનભાઇ, સલીમભાઇ, ભાવેશભાઇ, દિવ્યરાજસિંહ, વાલજીભાઇ, મૈસુરભાઇ, મનિષભાઇ, હીતેન્દ્રસિંહ તથા રણજીતસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ ભાવેશભાઇ મકવાણાને મળેલી બાતમીના આધારે જંગલેશ્વર શેરી નં. રર સામે વરલી ફીચરનો જુગાર રમાડતા રહીમ હુસેનભાઇ આંબલીયા (ઉ.૪૦) (રહે. જંગલેશ્વર મેઇન રોડ લેઉવા પટેલા સોસાયટી શેરી નં.૪)ને પકડી લઇ રૂ.૬૩૭૦ ની રોકડ સહિત રૂ.૧૧,૩૭૦ ની મતા કબ્જે કરી હતી.

(2:44 pm IST)