રાજકોટ
News of Friday, 30th October 2020

આજે મગફળીની ખરીદી ચાલુઃ ર હજાર ખેડૂતોને બોલાવાયાઃ કાલે રહી ગયા હોય એને બોલાવાશે

આજે ર૦૦થી વધુ ખેડૂતો આવ્યાઃ ખરીદીનો આંકડો પ લાખ કિલોએ પહોંચ્યો...

રાજકોટ તા. ૩૦: આજથી ત્રણ દિવસ રજાનો માહોલ છે, પરંતુ રાજકોટ શહેર-જીલ્લામાં મગફળીની ખરીદી રર કેન્દ્રો ઉપર ચાલુ રહી હોવાનું જીલ્લા પુરવઠા અધીકારી શ્રી પૂજા બાવડાએ ''અકિલા''ને જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે હવે વધુને વધુ ખેડૂતો આવી રહ્યા છે, અને શાંતિપૂર્ણ ખરીદી ચાલી રહી છે, આજે વધુ ર હજાર ખેડૂતોને બોલાવાયા છે, અને બપોરે સુધીમાં ર૦૦ થી વધુ ખેડૂતો આવવાનો અંદાજ છે.

તેમણે ઉમેર્યું હતું કે, આવતીકાલે નવા ખેડૂતોને નહીં બોલાવાય, પરંતુ તા. ર૬ થી તા. ૩૦ સુધીમાં જેમને બોલાવાયા હતા, અને નથી આવ્યા, અથવા તો રહી ગયા છે, તે તમામ પાસેથી મગફળી ખરીદશે.

દરમિયાન આજે બપોર સુધીમાં મગફળીનો ખરીદીનો આંકડો પ લાખ કિલોએ પહોંચ્યો છે, રવિવાર સુધીમાં વધુ ૧ાા થી ર લાખ કિલો ઉમેરાશે તેમ સાધનો ઉમેરી રહ્યા છે.

(2:41 pm IST)