રાજકોટ
News of Friday, 30th October 2020

રાજકોટ જેલમાંથી પેરોલ બાદ આજીવન કેદનો કેદી મોરબીથી ઝડપાયો

મોરબી,તા. ૩૦: રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયેલ આજીવન કેદની સજા પામેલ પાકા કામના કેદીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે મોરબી ખાતેથી ઝડપી લઈને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવા તજવીજ હાથ ધરી છે

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય દ્વારા તા. ૨૭-૧૦ થી ૦૪-૧૧ સુધી પોલીસ જાપ્તા, વચગાળા અને જેલ ફરારી આરોપીઓને ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કર્યું હોય જેમાં મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી બી જાડેજાની ટીમના પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી સીટી માં હત્યાના ગુન્હામાં તા. ૨૮-૦૨-૨૦૦૫ ના રોજ આજીવન કેદની સજા પામેલ સંજયસિંહ નટુભા ઝાલા રાજકોટ મધ્ય જેલ ખાતે સજા ભોગવતો હોય અને તા. ૧૦-૦૪ થી ૧૦-૦૭ સુધીની પેરોલ રજા પર મુકત થયો હોય કેદીને પેરોલ રજા પરથી તા. ૧૦-૦૭ ના હાજર થવાનું હતું પરંતુ કેદી હાજર નહિ થતા ફરાર થયો હતો જેને ઝડપી લેવા પેરોલ ફર્લો સ્કવોડ ટીમે તપાસ ચલાવી હતી અને કેદી સંજયસિંહ નટુભા ઝાલા (ઉ.વ.૪૩) રહે હાલ મોરબી બાયપાસ રોડ વાળાને ઝડપી લઈને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવા તજવીજ હાથ ધરી છે.

(12:51 pm IST)