News of Friday, 30th October 2020
આમ્રપાલી ફાટક પાસે બે વર્ષની દિકરી સિમકાર્ડ ચાવી જતાં નંદીનીને પતિ વિક્રમે છરી ઝીંકી દીધી
રાજકોટ તા. ૩૦: આમ્રપાલી ફાટક નજીક ઝૂપડામાં રહેતી અને ભંગાર-કચરો વીણી ગુજરાન ચલાવતી નંદીની વિક્રમ રાઠોડ (ઉ.વ.૨૭) નામની દેવીપૂજક પરિણીતાને પતિ વિક્રમ ચંદુભાઇ રાઠોડે છરીથી હુમલો કરી પીઠ-મોઢા પર ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી.
નંદીનીએ કહ્યું હતું કે પોતે કચરો વીણીને આવી ત્યારે દિયર વિપુલે 'તમારી દિકરી આરતી મારું મોબાઇલનું સિમકાર્ડ ચાવી ગઇ' તેમ કહેતાં તેને બે વર્ષની છે, એ ન સમજે તમે બીજુ લઇ લેજો...તેમ કહેતાં પતિ વિક્રમ પીને બેઠો હોઇ તેણે ભાઇ વિપુલનું ઉપરાણું લઇ ઝઘડો કરી છરીથી હુમલો કર્યો હતો.
(11:32 am IST)