શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નં.૧૨ અને ૧૩માં ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શરૂ કરાયું
રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિની યાદી જણાવે છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજયમાં ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શરુ કરવામાં આવેલ છે જે ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૨ અને ૧૩ માં ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શરુ કરવામાં આવેલ છે. તેમાં વોર્ડ નં. ૧૨ અને ૧૩ ના વોર્ડના મુખ્ય આગેવાનો અને સેકટર સંયોજકોને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા, પૂર્વ જીલ્લા પ્રમુખ દિનેશભાઈ ચોવટિયા આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. આ તકે ઉપસ્થિત મહિલા પ્રમુખ મનીષાબા વાળા, હેલ્થ અને હોસ્પિટલ સમિતિ કાળુભાઈ ચુડાસમા, વોર્ડ પ્રમુખ જગદીશભાઈ સખીયા, ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. મહામંત્રી પ્રવીણભાઈ મૈયડ, મેપાભાઈ કણસાગરા, કોર્પોરેટર વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડિયા, ઉર્વશીબા જાડેજા, જાગૃતિબેન ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા, આગેવાનો અશોકભાઈ મારકણા, યોગુભા રાણા, ઘનશ્યામભાઈ ભાદાણી, ભુપાભાઈ ઘીયાડ, દિલીપભાઈ નિમાવત, મનસુખભાઈ કપુરિયા, અજીતસિંહ જાડેજા, દેવદાનભાઈ માલા, ઉમેશભાઈ વીસપરા, કનકસિંહ જાડેજા, સંજયભાઈ પટેલ, નીલેશભાઈ ભાલોડી, અજીતભાઈ વાંક, પ્રભાતભાઈ ડાંગર, કમલેશભાઈ કોઠીવાર, મહાવીરસિંહ જાડેજા, જેન્તીભાઈ રાઠોડ, છગનભાઈ ચાવડા, ડાયાભાઇ શેઠિયા, કરશનભાઈ મુછડિયા, સોનલબેન ભાલોડી, સરોજબેન રાઠોડ, ફેમીબેન ગોહેલ, શાંતાબેન મકવાણા, વિગેરે વોર્ડ નં.૧૨ અને ૧૩ ના આગેવાનો કાર્યકરો જોડાયા હતા તેમજ સરકારશ્રીની ગાઈડલાઈનનો અમલ કરવામાં આવ્યો હતો.